In Pics: અમદાવાદના ખેલૈયાઓ ગરબા રમવા થયા સજ્જ, શરૂ કર્યું ગ્રાન્ડ રિહર્સલ
આ વખતે નવરાત્રી 26 સપ્ટેમ્બરથી શરૂ થઇને 5 ઓક્ટોબર સુધી ચાલશે, આસો નોરતા દર વર્ષે આસો માસના પ્રારંભની તીથિથી શરૂ થઇને દસમી તિથી સુધી ચાલે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમદાવાદમાં ખેલૈયાઓ ગરબે ઘુમવા થનગની રહ્યા છે. અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં જાણીતું છે.
અમદાવાદના પનઘટ ગ્રુપ દ્વારા નવરાત્રીનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. આ ગ્રુપ ગરબા માટે માત્ર ગુજરાત જ નહીં દેશ-વિદેશમાં જાણીતું છે.
ગ્રુપના ખેલૈયાઓએ પરંપરાગત પરિધાનથી સજ્જ થઈને રિહર્સલ શરૂ કર્યું છે.
ગ્રુપ દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાના સ્ટેપ્સ સાથે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
દોઢીયું ,પોપટિયું ,ચપટી, બે તાળી ,રાસ ,ત્રણ તાળી, હુડો સહીતના ગરબા સ્ટેપ્સ કરવામાં આવી રહ્યા છે.
ગરબી,ટ્રેડિશનલ છત્રી,દાંડિયા જેવા પ્રોપ્સ સાથે ખેલૈયા પ્રેક્ટિસ કરી રહ્યા છે.
આ વર્ષે ખેલૈયાઓ ગરબે રમવા ખૂબ આતુર છે અને તૈયારીમાં કોઈ કચાશ રાખવા માંગતા નથી.
પનઘટ ગ્રુપનું ગ્રાન્ડ રિહર્સલ.