Navratri 2022: નવરાત્રીમાં થાય છે તમામ પ્રકારના શુભ કાર્ય તો પછી લગ્ન કેમ નહીં ? જાણો સાચુ કારણ
Navratri 2022: આસો નવરાત્રી 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીની છે. નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્યો કરવામા આવે છે, પરંતુ શુભ વિવાહ કેમ નથી કરવામાં આવતા. નવરાત્રીમાં વિવાહ કરવાનુ અશુભ ગણાય છે. જાણો કેમ ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીમાં કરી શકો છો તમામ શુભ કાર્યો - હિન્દુ ધર્મમાં નવરાત્રીને બહુજ શુભ માનવામા આવૈે છે. આમાં દેવી માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં દરેક પ્રકારના શુભ કાર્યોનુ શ્રીગણેશ કરવામાં આવે છે. આ દરમિયાન લોકો ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ, મુંડન વગેરે શુભ કાર્યોની સાથે સાથે ખાસ પૂજા-પાઠનુ આયોજન પણ કરે છે. જોકે, નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્યો થાય છે પરંતુ વિવાહ નથી કરવામાં આવતા. આવુ કેમ હોય છે ? આગળ જાણો.....
નવરાત્રીમાં પૂજા-પાઠ - નવરાત્રીમાં તમામ પ્રકારની પૂજા-પાઠ કરવાથી તેના શુભ ફળ અનેકગણા વધારે વધી જાય છે. આ માટે નવરાત્રીમાં ધાર્મિક આયોજન કરવાથી માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
નવરાત્રીમાં વાહન ખરીદી શકો છો - હિન્દુ ધર્મમાં નવરાત્રીને એકદમ શુભ અને પવિત્ર માનવામા આવે છે. શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં કરવામાં આવેલા તમામ કાર્યો ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. આવામાં નવરાત્રી દરમિયાન વાહન વગેરે ખરીદવાનુ શુભ માનવામાં આવે છે.
નવરાત્રીમાં ગૃહ પ્રવેશ - નવરાત્રીનો સમય માતા દેવીને સમર્પિત હોય છે. આ દિવસોમાં માતાના 9 સ્વરૂપોની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આનાથી માતા વધુ પ્રસન્ન થઇને ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. આ 9 દિવસ બહુજ પવિત્ર અને શુભ હોય છે. આ દરમિયાન કરવામાં આવેલા તમામ શુભ કાર્યો શુભ ફળદાયી હોય છે. માન્યતા છે કે, આ દરમિયાન ગૃહ પ્રવેશ કરવાથી ઘરમાં માતાનો વાસ રહે છે, અને ઘરમાં ક્યારેય કોઇ વસ્તુની કમી નથી રહેતી.
ધર્મગ્રંથો અનુસાર, નવરાત્રીમાં દેવી માતા, ભક્તોના ઘરે વાસ કરે છે. લોકો આ દરમિયાન માનસિક તથા શારીરિક શુદ્ધતાની સાથે ઉપવાસ કરે છે, જ્યારે વિવાહનો મુખ્ય ઉદેશ્ય સંતાન પ્રાપ્તિ હોય છે. ધર્મગ્રંથો અનુસાર, સ્ત્રી સાથે સંબંધ ના બંધવો જોઇએ, આ કારણોસર નવરાત્રીમાં લગ્ન-વિવાહ નથી કરવામાં આવતા.