New Year 2024: નવા વર્ષના પ્રથમ દિવસે કરો આ પાંચ મંત્રોનો જાપ, વર્ષ દરમિયાન પ્રસન્ન રહેશે માતા લક્ષ્મીજી
New Year 2024: મંત્રોને ખૂબ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો નવા વર્ષની શરૂઆત કેટલાક ખાસ મંત્રોથી કરવામાં આવે તો તેની શુભ અસર આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. જાણો નવા વર્ષના દુર્લભ મંત્રો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાસ્ત્રો અનુસાર જો કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મંત્રોના જાપથી કરવામાં આવે તો વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક લાભ મળે છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા ‘कराग्रे वसते लक्ष्मी: करमध्ये सरस्वती, करमूले स्थितो ब्रह्मा प्रभाते करदर्शनम्’ મંત્રનો જાપ કરો. તેનાથી લક્ષ્મીજી પ્રસન્ન રહે છે.
ऊं भास्कराय नम: 1 જાન્યુઆરીએ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો અને આ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી કરિયરમાં સારી સ્થિતિ, સુખ અને સંપત્તિ મળે છે. પ્રતિષ્ઠામાં વધારો થાય.
ऊं नम: शिवाय - 1 જાન્યુઆરી 2024 સોમવાર છે. આવી સ્થિતિમાં મહાદેવને અભિષેક કરતી વખતે આ મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. દરેક સમસ્યા દૂર થાય છે.
ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्ये नम:॥ આ છે મહાલક્ષ્મી મંત્ર, કહેવાય છે કે નવા વર્ષના પહેલા દિવસે દેવી લક્ષ્મીની સામે આ મંત્રનો 108 વાર જાપ કરશો તો ધનની અછત નહી થાય. આખા વર્ષ દરમિયાન આર્થિક સમસ્યા નહી રહે.
'ॐ भूर्भव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्' - ગાયત્રી મંત્ર બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવી સ્થિતિમાં નવા વર્ષે તમારા મુખ્ય દેવતાની પૂજા કર્યા પછી તેનો જાપ કરો.