Raksha Bandhan 2023: શ્રાવણ પૂર્ણિમાએ ખરીદો આ વસ્તુ, ધનનો થશે ઢગલો
એકાક્ષી નારિયળ - શ્રાવણ પૂર્ણિમાને નારિયળી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પુરાણો અનુસાર નારિયેળમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આ દિવસે ઘર કે દુકાનમાં એક આંખવાળું નાળિયેર રાખવાથી દરિદ્રતા આવતી નથી, અપાર ધનની પ્રાપ્તિ થાય છે. તિજોરી હંમેશા ભરેલી રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવસ્ત્ર - પૂર્ણિમા તિથિ મા લક્ષ્મીને સમર્પિત છે. આવી સ્થિતિમાં શ્રાવણ પૂર્ણિમાના દિવસે કપડાં ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે રક્ષાબંધનનો તહેવાર પણ છે. આવી સ્થિતિમાં ઘરની દીકરી કે બહેનને કપડાં ગિફ્ટ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા સતત બની રહે છે અને ઘરમાં આશીર્વાદનો વાસ રહે છે.
પલાશના ફૂલ - પલાશના ફૂલ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઘરમાં પલાશનો છોડ લગાવવાથી આવકમાં વધારો થાય છે. પરિવારમાં ધન અને સમૃદ્ધિમાં વધારો થાય.
સોનું-ચાંદી- જો તમે સોનું-ચાંદી કે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને આભૂષણો ખરીદવાથી દેવી લક્ષ્મી ઘરમાં કાયમી નિવાસ કરે છે.
કોડી- જો તમે કોડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે.