પિતા નહોતા ઇચ્છતા કે Vijay Verma એક્ટર બને, બાદમાં ઘરેથી ભાગી સાત-આઠ વર્ષ સુધી ના કરી વાતચીત
બોલિવૂડ એક્ટર વિજય વર્માની લોકપ્રિયતામાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. તેણે ગલી બોય, દહાડ, ડાર્લિંગ, કાલકુટ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાના શાનદાર અભિનય દ્વારા સાબિત કર્યું છે કે તે અભિનયમાં માહેર છે. જોકે અહીં સુધી પહોંચવાનો રસ્તો આસાન નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહી સુધી પહોંચવા તેણે ઘણો સંઘર્ષ કર્યો છે. તેમનો પરિવાર અભિનેતા બનવાના તેના નિર્ણયની વિરુદ્ધ હતો. આવી સ્થિતિમાં વિજય તેના ઘરેથી ભાગી ગયો હતો. જે બાદ તેણે 7-8 વર્ષ સુધી પિતા સાથે વાત કરી ન હતી.
ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઈન્ટરવ્યુમાં વિજયે કહ્યું કે, 'જ્યારે હું નાનો હતો ત્યારે મને ખૂબ જ પ્રેમથી ઉછેરવામાં આવ્યો હતો, પછી મોટા થયા પછી પણ મેં દરેક વાતનું પાલન કર્યું હતું.
વિજયે કહ્યું કે તેઓ મારી દરેક માંગણી પુરી કરતા હતા. હું ઘરમાં સૌથી નાનો હતો એટલે બગડી ગયો. પછી મેં મારા પરિવારની સામે મારા વિચારો વ્યક્ત કરવાનું શરૂ કર્યું જે તેમને બિલકુલ પસંદ નહોતું.
પોતાના પિતા વિશે વાત કરતા વિજય વર્માએ કહ્યું, તે ઈચ્છતા હતા કે હું બિઝનેસમાં જોડાઉં અને હું તેમની સાથે કામ કરવા સિવાય કંઈ પણ કરવા માંગતો હતો. સંઘર્ષ અહીંથી શરૂ થયો અને તે પણ પોતાની શરતો પર. મારા સ્ટેન્ડ માટે લડવું. પછી હું ઘરેથી ભાગી ગયો અને પછી 7-8 વર્ષ સુધી પિતા સાથે કોઇ વાત કરી નહોતી.
વિજયે ઘરેથી ભાગીને FTIIમાં એડમિશન લીધું હતું. 2019માં ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, “મેં FTII માટે અરજી કરી અને જ્યારે મારી પસંદગી થઈ ત્યારે મારે પુણે જવું પડ્યું જ્યારે મારા પિતા પ્રવાસ પર હતા. કારણ કે તેમણે તેની પરવાનગી આપી નહોતી.
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.