Shankaracharya: કેવી રીતે બને છે શંકરાચાર્ય, જાણો હિન્દુ ધર્મમાં આ પરંપરા ક્યારથી શરુ થઈ?
શંકરાચાર્ય ભારતના સંત સમુદાયોમાં ટોચ પર આવે છે. દેશના ચાર મઠોમાં શંકરાચાર્ય બિરાજમાન છે. મુશ્કેલ પ્રક્રિયા અને મહાન વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યા પછી જ કોઈ ધર્માચાર્ય શંકરાચાર્યની ગાદી પર બેસી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશંકરાચાર્ય બનવા માટે સન્યાસી બનવું અનિવાર્ય છે, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરવો, પિંડ દાન કરવું અને રૂદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. શંકરાચાર્ય બનવા માટે વ્યક્તિએ ત્યાગી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી, જિતેન્દ્રિય એટલે કે જેમણે પોતાની ઈન્દ્રીયઓને જીતી લીધી હોય અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.
શંકરાચાર્યના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વર, જાણીતા સંતોની સભાની મંજુરી અને કાશી વિદ્વત પરિષદના વડાઓની સંમતિ પછી શંકરાચાર્યનું પદ આપવામાં આવે છે.
શંકરાચાર્ય બનવાની શરૂઆત હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક આદિ શંકરાચાર્યથી થઈ હતી. સનાતન ધર્મની સ્થાપના કરવા માટે આદિ શંકરાચાર્યે ભારતના ચાર પ્રદેશોમાં ચાર મઠોની સ્થાપના કરી.
ભારતમાં ચાર મઠ - પૂર્વ ઓડિશામાં ગોવર્ધન મઠ (પુરી), ગુજરાતમાં શારદા મઠ (દ્વારિકા), ઉત્તર ઉત્તરાખંડમાં જ્યોતિરમઠ (બદ્રિકાશ્રમ) અને દક્ષિણ રામેશ્વરમાં શૃંગેરી મઠ.
મઠ એટલે એવી સંસ્થાઓ કે જ્યાં તેના ગુરુઓ તેમના શિષ્યોને શિક્ષણ, ઉપદેશ વગેરે આપે છે આ ઉપરાંત અહીં સમાજ સેવા, સાહિત્ય વગેરેનું કામ પણ થાય છે.