Saphala Ekadashi 2024: 26 ડિસેમ્બરે છે વર્ષની અંતિમ એકાદશી, આ રાશિઓનું ચમકશે નસીબ
Saphala Ekadashi 2024: હિન્દુ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું મહત્વ છે. વર્ષ 2024ની છેલ્લી એકાદશી 26મી ડિસેમ્બરે આવવાની છે. આવો જાણીએ કઈ રાશિ માટે આ ખાસ રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2024ની છેલ્લી એકાદશી ટૂંક સમયમાં જ આવશે. વર્ષની છેલ્લી એકાદશી 26 ડિસેમ્બર, ગુરુવારે આવી રહી છે. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ માટે વ્રત રાખવામાં આવે છે.
આ એકાદશી સફલા એકાદશી તરીકે ઓળખાય છે. સફલા એકાદશી પોષ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ વખતે યોગાનુયોગ આ એકાદશી ગુરુવારે છે.
જેમના અભ્યાસ સંબંધિત કામ અટકેલા છે તેઓને સફળતા મળશે. જે લોકો કોઈપણ કાર્યમાં સફળ નથી થઈ શકતા તો આ દિવસે ઉપવાસ કરવાથી તમારું કાર્ય પૂર્ણ થઈ શકે છે.
આ દિવસે 5 રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે. આ રાશિઓ પર ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. આ દિવસે કેટલાક ખાસ સંયોગો બનવાના છે. જેના કારણે ઘણી રાશિઓને લાભ મળી શકે છે. સુકર્મા અને ધૃતિ યોગ સ્વાતિ નક્ષત્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે.
મેષ, સિંહ, તુલા, ધનુ અને મીન રાશિના લોકો માટે સફલા એકાદશી સારી સાબિત થશે. આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે. જે લોકો નવું કામ શરૂ કરવા માંગે છે તેમને સફળતા મળશે.