Shani Margi 2024: 15 નવેમ્બરથી શનિદેવ આ રાશિના લોકોની ઊંઘ કરશે હરામ, આજથી જ શરુ કરી દો શનિના આ ઉપાય
15 નવેમ્બર, 2024 ના રોજ સાંજે 05:09 વાગ્યે શનિ કુંભ રાશિમાં માર્ગી થશે. શનિ માર્ગી થતા જ તેની નકારાત્મક અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે, તેમને આર્થિક તેમજ માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવેમ્બરમાં શનિના માર્ગી થયા બાદ કન્યા, મીન, સિંહ અને કર્ક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિઓ પર સીધો શનિનો અશુભ પ્રભાવ પડશે.
શનિના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ શનિ મંત્રોનો જાપ કરો. ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. શનિ ચાલીસાનો પાઠ કરવાથી શનિદેવના પ્રકોપથી રાહત મળે છે.
જે રાશિઓ પર સીધી શનિની ખરાબ અસર પડશે તેઓ આર્થિક સમસ્યાઓથી બચવા માટે તે શનિવારે કાલી માતાના મંદિરમાં લોખંડનું ત્રિશૂળ દાન કરી શકે છે. આ સિવાય આ ત્રિશુલ શિવ મંદિરમાં પણ દાન કરી શકાય છે.
શનિની સાડાસાતી થયા પછી ઘરની નજીકના શનિ મંદિરમાં સરસવનું તેલ ચઢાવો અને આ દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને દીવો પ્રગટાવો. આ ઉપાય આર્થિક સંકટમાંથી બચાવે છે.
દરરોજ ભગવાન શિવ અને હનુમાનની પૂજા કરો. તેનાથી શનિ પ્રસન્ન થાય છે અને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. દરરોજ શિવલિંગ પર એક લોટો જળ ચઢાવો અને મંગળવારે હનુમાનજીને ચોલા ચઢાવો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.