Shrawan 2022: શ્રાવણના છેલ્લા સોમવારે નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ઉમટ્યા ભક્તો, હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું પરિસર, જુઓ તસવીરો
ભક્તિમાં ભીંજવતો પવિત્ર માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસના છેલ્લા સોમવારનું એક વિશેષ મહત્વ છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રાવણ માસના છેલ્લા સોમવારે જ્યોતિર્લિગના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાં આવેલા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવભક્તોની ભીડ જામી હતી.
નાગેશ્વર મહાદેવને ભક્તોએ પૂજા અર્ચના, જળાભિષેક કરીને રીઝવ્યા હતા.
શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાગેશ્વર મહાદેવની આરાધના કરવા મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા છે.
કહેવાય છે કે અંતિમ સોમવારે પણ જો પૂજા કરવામાં આવે તો આખા માસનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અંતિમ સોમવારે જઉના અભિષેકનું વિશેષ મહત્વ છે.
શ્રાવણનો આખો મહિનો ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન ભોલેનાથને સૌથી પ્રસન્ન દેવતા માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે પાણીનો અભિષેક કરવાથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે સાચા દિલથી ગંગાજળના થોડા ટીપા પાણીમાં ભેળવીને અભિજીત મુહૂર્તમાં ભગવાન શિવનો જળાભિષેક કરી શકાય છે.
જળાભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જરૂરી છે.