Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Shrawan 2022: કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબાઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના કર્યા દર્શન, જુઓ તસવીરો
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જંબુસરના કાવી કંબાઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે આગેવાનો પણ જોડાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્તંભેશ્વર તીર્થધામની વિશેષતા એ છે કે, અહીં શિવલીંગને જળાભિષેક કરવા સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે. દિવસ દરમિયાન બબ્બે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચક્તિ થઈ જાય છે.
સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનુ સર્જન માત્ર આ સ્થળ માટે જ થયુ હોય તેમ જણાય છે. ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનુ આખુ શિવલીંગ ડુબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દુર ધ્યાનાવસ્થામાં જતાં રહે છે. ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરેધીરે જાણે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થતાં હોય તેવું લાગે છે.
આ સ્થળે પવિત્ર નદી મહિસાગરનો દરિયા સાથે સંગમ થાય છે જેથી તેને સંગમેશ્વર તીર્થ પણ કહેવામાં આવે છે. આ પવિત્ર સ્થળે શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી ભક્તોને મનોવાંચ્છીત ફળ પ્રાપ્ત થાય છે.
શ્રાવણ મહિનો, કારતક મહિન અને સોમવારી અમાસે અહીં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.