Bharat Jodo Yatra: ગુજરાત કોંગ્રેસે કાઢી ભારત જોડો યાત્રા, જગદીશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસ તાનાશાહો સામે લડતી હતી અને અત્યારે પણ લડે છે
ભાજપ દ્વારા દેશ આઝાદી ના 75 વર્ષ ની ઉજવણીના અમૃત મહોત્સવમાં હર ઘર તિરંગા યાત્રાની સામે કોંગ્રેસ દ્વારા દેશ જોડો યાત્રા કાઢવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતના વિવિધ શહેરોમાં આ યાત્રા નીકળી હતી. અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રાની શરૂઆત શહીદ વિનોદ કિનારીવાલા સ્મારકથી ગાંધી આશ્રમ સુધી યોજાઈ હતી.
અમદાવાદમાં કોંગ્રેસની ભારત જોડો તિરંગા યાત્રામાં જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ, કાર્યકર્તાઓ જોડાયા હતા.
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં સામેલ થઈ હતી.
યાત્રામાં સામેલ થયેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું, આઝાદી પૂર્વે અંગ્રેજો ભારત છોડો ઠરાવ કરી 9 ઓગષ્ટે ક્રાંતિ થઇ હતી. ત્યારે પણ કોંગ્રેસ તાનાશાહો સામે લડતી હતી અને અત્યારે પણ લડે છે
જગદીશ ઠાકોરે એમ પણ કહ્યું, અંગ્રેજો સામે લાડવા વાળા કોંગ્રેસી હતા, સાથ આપનાર આજે સત્તા પર છે. આજે ફરીએકવાર બીજી લડતની જરૂર છે ત્યારે કોંગ્રેસ આગળ આવી છે.