નાગા ગુફાની આ તસવીરો જોઈને છૂટી જશે તમારો પરસેવો, જોવાથી લાગે છે જાણે એનાકોન્ડા..
દુનિયાભરમાં પ્રખ્યાત થાઈલેન્ડની નાગા ગુફામાં આવું જ એક મોટું રહસ્ય છુપાયેલું છે. કહેવાય છે કે થાઈલેન્ડ સ્થિત ગુફાની પાસે એક વિશાળકાય સાપ જેવો ખડક છે. જેને જોઈને એવું લાગે છે કે સદીઓ પહેલા આ જ જગ્યાએ કોઈ બહુ મોટો સાપ પથ્થર બની ગયો હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફાંગ નાગા ખાડીમાં સ્થિત એક ઐતિહાસિક ગુફા છે. આ ગુફા લગભગ 3000 થી 5000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.
થાઈલેન્ડના પર્યટન મંત્રાલયની વેબસાઈટ પરની વિગતો અનુસાર ઉત્તરપૂર્વીય થાઈલેન્ડમાં ફૂ લાંગકા નેશનલ પાર્કની નાગા ગુફામાં સાપ જેવો ખડક આવેલો છે.
એવું માનવામાં આવે છે કે લગભગ 100,000 વર્ષ પહેલાં આ ખડકની રચના થઈ હતી. રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાણીની ટાંકીઓ સાફ કરતી કાઉન્સિલ અધિકારીઓની ટીમ દ્વારા વર્ષ 2020માં તેની શોધ થઈ હતી.
ઉત્તરપૂર્વ થાઈલેન્ડના બુએંગ કાન પ્રાંતમાં આવેલી નાગા ગુફામાં એક વિશાળ ખડકનો આકાર એકદમ વિશાળ સાપ જેવો છે.
બેંગકોક પોસ્ટના અહેવાલ મુજબ તાપમાનની વધઘટના કારણે આ ખડક તૂટી ગઈ અને પાણીની ધારથી પથ્થર સાપના આકારમાં આવી ગયો.