Toyotaની શાનદાર કાર ટોયૉટા ગ્લેન્ઝાની કિંમત વધી, હવે કંપની આ કિંમતે વેચશે કાર, જુઓ તસવીરો....
Toyota Glanza Car: ટોયૉટા કિર્લોસ્કર મૉટરે (TKM) ભારતમાં પોતાની ટોયૉટા ગ્લેન્ઝા કારની કિંમતમાં વધારો કરી દીધો છે. કિંમતમાં કરવામાં આવેલો વધારો અલગ અલગ મૉડલના હિસાબે કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં ટોયૉટાના પેટ્રૉલ (મેન્યૂઅલ અને ઓટોમેટિક પર અલગ અલગ) અને સીએનજી બન્ને મૉડલો સામેલ છે. કંપની આકારના કયા વેરિએન્ટ પર કેટલો વધારો કર્યો છે,
ટોયૉટા ગ્લેન્ઝાની કિંમતમાં વધારો - ટોયૉટાએ પોતાની પ્રીમિયમ હેચબેક કાર ટોયૉટા ગ્લેન્ઝાના તમામ વેરિએન્ટ (આના ટૉપ વી એએમટી મૉડલને છોડીને) કરવામાં આવેલી કિંમતોમાં 12,000 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે. હવે ટોયૉટા ગ્લેન્ઝા કારની નવી કિંમત 6.66 લાખ રૂપિયાથી શરૂ થઇને 9.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) થશે..
હાલમાં જ કંપનીએ પોતાની એસયૂવી કાર ટોયૉટા અર્બન ક્રૂઝર હાઇરાઇડરની કિંમતોમાં પણ 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીના ટોયૉટા ગ્લેન્ઝાના પેટ્રૉલ મેન્યૂઅલ વેરિએન્ટ્સની કિંમતોમાં 7,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
જ્યારે આ કારના ઓટોમેટિક વેરિએન્ટ્સની કિંમતમાં 12,000 રૂપિયાનો વધારો કર્યો છે, આ ઉપરાંત ટોયૉટાએ આ કારના બે સીએનજી વેરિએન્ટ (S એન્ડ G) પર પણ 2,000 રૂપિયાનો વધારો કર્યો છે, એટલે કે ટોયૉટાની સીએજી કારો પર સૌથી ઓછી કિંમતો વધારી છે.
ટોયૉટા ગ્લેન્ઝાની કિંમત - ટોયૉટા ગ્લેન્ઝા હેચબેક કાર મારુતિ સુઝુકી બેલનોની જ રબેજ વર્ઝન છે. એટલા માટે આમાં મારુતિ બલેનો વાળુ 1.2 લીટર ફૉર સિલીન્ડર પેટ્રૉલ એન્જિન જ મળે છે. જે આ કારને 90 PS ની મેક્સિમમ પાવર અને 113 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે, જેને 5- સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવ્યુ છે.
ટોયૉટા ગ્લેન્ઝા ફિચર્સ - ટોયૉટા ગ્લેન્ઝામાં મળનારા ફિચર્સની વાત કરીએ, આમાં એન્ડ્રોઇડ અને ઓટો કારપ્લે 9 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમની સાથે હેડ અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, રિયર એસી વેન્ટ્સની સાથે ઓટો ક્લાઇમેટ કન્ટ્રૉલ અને ક્રૂઝ કન્ટ્રૉલ ફિચર પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ટોયૉટા ગ્લેન્ઝામાં સેફ્ટી ફિચર તરીકે 6 એરબેગ્સ, એબીસી-ઇબીડી, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રૉલ, રિયર પાર્કિંગ સેન્સર, હિલ હૉલ્ડ આસિસ્ટ (ઓટોમેટિક વેરિએન્ટમાં) અને આઇસૉફિક્સ ચાઇલ્ડ સીટ એન્કર પણ અવેલેબલ છે.