આ મંદિરમાં થયા હતા શિવ પાર્વતીના વિવાહ, અહીં લગ્ન કરવાનું છે વિશેષ માહાત્મય પરંતુ બુકિંગ માટેની આ છે શરતો
હિંદુ ધર્મમાં માનનારા લોકો માટે ભગવાન શિવ અને માતા પાર્વતીની જોડીને પ્રેમનું શ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ જ કારણ છે કે લોકો આ મંદિરમાં લગ્ન કરીને તેમના આશીર્વાદ લેવા માંગે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા તે બીજે ક્યાંય નહીં પરંતુ ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં આવેલા ત્રિયુગી નારાયણ મંદિરમાં છે. આજે પણ અહીં દર વર્ષે હજારો લોકો આવે છે અને લગ્ન કરે છે.
જો તમે પણ આ મંદિરમાં લગ્ન કરવા માંગો છો તો તેના માટે તમારે સૌથી પહેલા ત્રિયુગીનારાયણ મંદિરમાં લગ્ન માટે બુકિંગ કરાવવું પડશે. આ મંદિરમાં લગ્ન માટે બુકિંગની રકમ 1100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જોકે, આ મંદિરમાં લગ્ન ત્યારે જ થશે જ્યારે બંને પક્ષના માતા-પિતા આ લગ્ન માટે સંમતિ આપે.
જો તમે અહીં લગ્ન માટે તમારું બુકિંગ કરાવવા માંગો છો, તો તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય ફોન નંબર હોવો ખૂબ જ જરૂરી છે. વર અને કન્યા બંનેના આધાર કાર્ડ અને ફોન નંબરની અંહી નોંધણી થાય છે, તેથી જો તમે અહીં તમારા લગ્નનું બુકિંગ કરાવવા જઈ રહ્યા છો, તો આ દસ્તાવેજો અવશ્ય લેતા આવવું.
બુકિંગ માટે તમે મંદિર દ્વારા જાહેર કરાયેલા નંબર પર સંપર્ક કરી શકો છો. આ નંબરો તમને ગૂગલ પર પણ ઘણી જગ્યાએ જોવા મળશે. તમારી સુવિધા માટે, અમે આ નંબર અહીં લખી રહ્યા છીએ. આ નંબરો છે- 9690366214, 9675924898.
આ સાથે, જો તમે ઇચ્છો તો, તમે આ મંદિરની મુલાકાત લઈને તમારા લગ્ન માટે અગાઉથી બુકિંગ કરાવી શકો છો. આ મંદિર સુધી પહોંચવા માટે તમારે પહેલા ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ પહોંચવું પડશે, પછી ત્યાંથી તમારે કેદારનાથ ધામનો રસ્તો લેવો પડશે જે તમને ગુપ્તકાશીથી ત્રિયુગીનારાયણ મંદિર સુધી લઈ જશે