Vastu Tips: ભૂલથી પણ ઘર કે આંગણામાં ન લગાવો આ છોડ, જતી રહેશે સુખ સમૃદ્ધિ
Vastu Remedies: વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને વૃક્ષોને ઘરમાં રાખવાને અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર તેમને ઘરમાં રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જાણો આ વૃક્ષો અને છોડ વિશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પ્રમાણે ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુનો ઘરમાં રહેતા સભ્યો પર સકારાત્મક કે નકારાત્મક પ્રભાવ પડે છે.
વાસ્તુમાં વૃક્ષો અને છોડને પણ વિશેષ માનવામાં આવ્યા છે. આ હિસાબે ઘરમાં કેટલાક છોડ લગાવવાથી બચવું જોઈએ. આ છોડ લગાવવાથી ઘરમાં દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે.
આંબલીનું ઝાડ- વાસ્તુશાસ્ત્રમાં આંબલીના ઝાડને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં નકારાત્મકતા લાવે છે. એવું માનવામાં આવે છે કે આ લગાવવાથી ઘરમાં ભયનું વાતાવરણ સર્જાય છે.
પીપળાનો છોડઃ- વાસ્તુમાં પીપળાનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. જો પીપળાનો છોડ ઘરની દિવાલ અથવા કોઈ ખૂણામાં ઉગ્યો હોય તો તેને દૂર કરી દેવો જોઈએ.
કાંટાવાળા છોડઃ- ઘરની અંદર કાંટાવાળા છોડ ક્યારેય ન લગાવવા જોઈએ. તેમને ઘરમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં કડવાશ આવવા લાગે છે અને પરિવારના સભ્યો વચ્ચે અંતર વધવા લાગે છે.
લીંબુનો છોડઃ- ઘરમાં લીંબુનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી વાસ્તુ દોષ થઈ શકે છે. આને ઘરમાં રાખવાથી પરિવારના સભ્યોમાં તણાવ અને કડવાશ આવે છે. જો તમે ઘરમાં લીંબુનો છોડ રાખ્યો હોય તો તરત જ તેને ઘરની બહાર કાઢી નાખો.
સૂકા છોડઃ- જો ઘરમાં સૂકા છોડ હોય તો તેને કાઢી નાખવા જોઈએ. વાસ્તુ અનુસાર સૂકા વૃક્ષો અને છોડ ઘરમાં ઉદાસી લાવવાનું કામ કરે છે અને તે નકારાત્મકતા પણ વધારે છે.
આંબળા- આંબળાનો છોડ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ સારો માનવામાં આવે છે પરંતુ વાસ્તુ અનુસાર તેને સારો માનવામાં આવતો નથી. જેના કારણે ઘરની સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે.