Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઇઝરાયેલને પાડી દેવા માટે આતુર આ મુસ્લિમ દેશમાં છે હિંદુઓનું પ્રાચીન મંદિર
સામાન્ય રીતે વિશ્વભરમાં એવા ઘણા મુસ્લિમ દેશો છે, જ્યાં હિંદુ દેવી દેવતાઓના મંદિરો છે. પરંતુ આજે અમે તમને ઇસ્લામિક દેશ ઈરાનમાં સ્થિત હિંદુઓના એકમાત્ર પ્રાચીન મંદિર વિશે જણાવીશું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈરાન એક ઇસ્લામિક દેશ છે. જ્યાં મોટાભાગની વસ્તી મુસ્લિમ છે. સમાચારો અનુસાર અહીં હિંદુઓની વસ્તી માત્ર 0.6 ટકા છે. 2015 સુધી અહીં 39,200 હિંદુઓ રહેતા હતા. ઇસ્લામિક દેશ હોવા છતાં પણ અહીં હિંદુઓ માટે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઈરાનના શહેર બંદર અબ્બાસમાં હિંદુ દેવતા ભગવાન વિષ્ણુનું એકમાત્ર મંદિર છે. આ મંદિરનું નિર્માણ 1892માં મો. હસન ખાન સાદ ઓલ માલેકના શાસન દરમિયાન થયું હતું. કહેવાય છે કે મંદિરના નિર્માણમાં ભારતીય વેપારીઓનો પણ યોગદાન હતું.
આ પ્રાચીન મંદિરને ઈરાનના શહેર બંદર અબ્બાસનું ઐતિહાસિક સ્મારક પણ માનવામાં આવે છે. મંદિરની રચના સંપૂર્ણપણે ભારતીય વાસ્તુકલા પર આધારિત છે. મંદિરનો એક કેન્દ્રીય ચોરસ કક્ష છે, જેના ઉપર ગુંબજ પણ છે. મુખ્ય ભવનના ગુંબજ પર 72 બુરજો છે.
ઈરાનમાં સ્થિત ભગવાન વિષ્ણુના આ પ્રાચીન હિંદુ મંદિરને 19મી સદીના અંત સુધી ભારતીય વેપારીઓ દ્વારા નાણાં પૂરાં પાડવામાં આવ્યા હતા અને પછી 1976માં છેલ્લે એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે તેહરાનની મુલાકાત લીધી હતી.
મંદિરની ભવ્ય વાસ્તુકલા શૈલીને કારણે એક તરફ જ્યાં આ બંદર અબ્બાસનું ઐતિહાસિક સ્મારક છે તો બીજી તરફ આ ઈરાનની અન્ય ઇમારતોથી ઘણું અલગ પણ છે.