Nazar Dosh Upay: નવજાત શિશુની ખરાબ નજર કેવી રીતે ઉતારવી, અહીં જાણો પરંપરાગત ઉપાય
જો નાના બાળકોને ખરાબ નજર લાગે છે, તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને તેને બાળકના માથાથી પગ સુધી 11 વાર નીચે કરો અને પછી તેને એક વાસણમાં મૂકો. એવું માનવામાં આવે છે કે તેનાથી ખરાબ નજરની અસર ઓછી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે, બાળકની ઉપરથી સાવરણી અથવા ડાબા પગનું ચંપલ લો અને તેને ઉલટા ક્રમમાં સાત વખત ઉતારો. આ પછી, દરવાજાના ઉંબરા પર ચપ્પલ અથવા સાવરણી ત્રણ વાર પછાડીને પાછા આવો. ખરાબ નજર દૂર કરવા માટેનો આ પરંપરાગત ઉપાય પણ અસરકારક માનવામાં આવે છે.
એવું જરૂરી નથી કે બાળકોને હંમેશા નુકસાન પહોંચાડવાના ઈરાદાથી જ જોવામાં આવે. એવું પણ કહેવાય છે કે ક્યારેક બાળક પણ માતા-પિતા અથવા નજીકના લોકોની ખરાબ નજરથી પ્રભાવિત થઈ જાય છે. એટલા માટે તમે તમારા બાળકને ખાંડથી પણ બાળકની નચર ઉતારી શકો છો. ખાંડને બંને હાથની મુઠ્ઠીમાં લઈને બાળકના માથાથી પગ સુધી ગોળાકાર ગતિમાં ફેરવો અને તરત જ ખાંડને વૉશ બેસિનમાં અથવા વહેતા પાણીમાં નાખો. તેનાથી મીઠી નજર દૂર થાય છે.
બાળકોમાંથી ખરાબ નજર દૂર કરવાની પરંપરાગત રીત એ છે કે તમારી મુઠ્ઠીમાં મીઠું, સરસવના દાણા, સૂકા લાલ મરચાં, લસણ અને સૂકી ડુંગળીની છાલ લઈને તમારા હાથને બાળકના માથાથી પગ સુધી સાત વાર ઉતારો અને પછી આ વસ્તુઓને આગમાં બાળી નાખો.
જો બાળક ચિડાઈ જાય અને દૂધ પીવાનું બંધ કરી દે તો શનિવારે બાળક ઉપર 7 વાર કાચું દૂધ ઉતારી અને કૂતરાને પીવડાવો. આ ઉપાયથી ખરાબ નજરની અસર પણ ઓછી થાય છે.
જો બાળક વારંવાર બીમાર રહે છે, જેના કારણે તેનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી, તો તેના માટે બાળક પર ફટકડી અને સરસવને સાત વખત ઉતારીને તેને આગમાં બાળી દો. આ ઉપાય દિવસમાં ત્રણ વખત કરો.