Dhanteras 2023: ધનતેરસના અવસરે તુલાથી મીન આ 6 રાશિના જાતક આ વસ્તુની અચૂક કરવી ખરીદી
ધનતેરસના દિવસે ખરીદીનું અનેરૂ મહત્વ છે. જો રાશિ મુજબ કેટલીક ખરીદી કરવામાં આવે તો તે શુભ મનાય છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતુલા-તુલા રાશિના લોકોએ ધનતેરસના દિવસે નમક અને સાવરણીની ખરીદી કરવી શુભ રહેશે. આ સિવાય તમે સિલ્વર જ્વેલરી પણ ખરીદી શકો છો. આમ કરવાથી શુક્ર તમારી કુંડળીમાં બળવાન બનશે.
વૃશ્ચિક-વૃશ્ચિક રાશિના લોકોએ ધનતેરસના દિવસે કુબેર યંત્ર ખરીદી તેની પૂજા કરવી શુભ રહેશે, તમે ચાંદીની વીંટીમાં મંગળ રત્ન પણ ધારણ કરી શકો છો.
ધન-ધન રાશિવાળા લોકોએ ધનતેરસના દિવસે કલશ ખરીદીને ઘરે લાવવો જોઈએ. તમે તમારી આર્થિક સ્થિતિના આધારે સોનાના સિક્કા પણ ખરીદી શકો છો. આ રીતે કુંડળીમાં ગુરુ ગ્રહ બળવાન બને છે.
મકર-મકર રાશિના લોકો ધનતેરસની તારીખે ચાંદી ખરીદી શકે છે. આ સિવાય તમે સાવરણી ખરીદીને મંદિરમાં દાન કરી શકો છો. આ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા અવશ્ય વરસશે.
કુંભ-કુંભ રાશિના લોકો માટે આ ધનતેરસમાં સ્ટેશનરી વસ્તુઓ અને વાહનોની ખરીદી કરવી તમારા માટે શુભ રહેશે. આ વાતનું ધ્યાન રાખો કે કુંભ રાશિના લોકોએ ધનતેરસ પર લોખંડની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.
મીન - મીન રાશિના લોકો માટે ધનતેરસના દિવસે ચાંદી, રત્ન, પુખરાજ, સોનું આ બધું ખરીદવું તમારા માટે શુભ રહેશે. પરંતુ મીન રાશિના લોકોએ એલ્યુમિનિયમની બનેલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ.