Makar Sankranti :મકર સંક્રાંતિના અવસરે આપની રાશિ મુજબ કરો દાન, સુખ સમૃદ્ધિનું મળશે વરદાન
Makar Sankranti :15 ડિસેમ્બરથી કમૂર્તાની શરૂઆત થઇ ગઇ છે, જે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. 14 જાન્યુઆરી, 2025 ના રોજ બપોરે 3:27 વાગ્યે, સૂર્ય ધનુરાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે તે દિવસે સાંજે 6.05 વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMakar Sankranti 2024: સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે, જેને સંક્રાંતિ કહેવાય છે. જ્યારે સૂર્યની આ રાશિ ધન રાશિથી મકર રાશિમાં બદલાય છે, ત્યારે તેને મકરસંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં બદલાય છે. સનાતન ધર્મમાં મકરસંક્રાંતિના દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું દાન આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જાણીએ રાશિ મુજબ કઇ વસ્તુનું દાન ફળદાયી નિવડશે.
મેષ- અને વૃશ્ચિક આ રાશિનો સ્વામી મંગળ છે. તેથી સ્નાન કર્યા પછી શુભ મુહૂર્તમાં તલ, ગોળ, ખીચડી, મીઠાઈ, દાળ, મીઠા ચોખા, લાલ કે ગુલાબી રંગના કપડાં વગેરેનું દાન કરવું જોઈએ
વૃષભ અને તુલા - આ રાશિનો સ્વામી શુક્ર છે. કુંડળીમાં શુક્ર ગ્રહને પ્રસન્ન કરવા માટે આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિ પર પોતાની રાશિના સ્વામી શુક્ર પ્રમાણે સાકર, ખાંડ, ચોખા, દૂધ-દહીં, સફેદ કે ગુલાબી રંગના કપડાં, ખીચડી અને તલ-ગોળનું દાન કરવું વધુ ફળદાયી નિવડે છે.
મિથુન અને કન્યા-આ રાશિનો સ્વામી બુધ છે તેથી આ રાશિના જાતકોએ મકરસંક્રાંતિના દિવસે સવારે સ્નાન કર્યા બાદ તલના લાડુ, આખા મગ, ખીચડી, મગફળી, લીલા વસ્ત્રો વગેરેનું દાન કરવું શુભ રહેશે. .
કર્ક -ચંદ્ર આ રાશિનો સ્વામી છે, તેથી મકરસંક્રાંતિના દિવસે આ રાશિના લોકોએ ચોખાની ખીર, સફેદ તલના લાડુ, માવામાંથી બનેલી મીઠાઈઓ, ખીચડી, સફેદ તલ વગેરેનું દાન કરવાનું શરૂ કરવું જોઈએ.
સિંહ-સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. તેથી મકરસંક્રાંતિના અવસર પર આ રાશિવાળા લોકો માટે મકરસંક્રાંતિના અવસર પર ખીચડી, લાલ કપડું, રેવડી, ગજક, ગોળ અને મસૂરની દાળ, તાંબાના વાસણો વગેરેનું દાન કરવું સારું રહેશે.
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે
મકર કુંભ રાશિ-આ રાશિનો સ્વામી સૂર્યનો પુત્ર શનિદેવ છે. શનિદેવની અશુભ અસરને ઓછી કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ રાશિના જાતકોએ ખીચડી, કાળી છત્રી, તલ અથવા સરસવનું તેલ, અડદની દાળની ખીચડી અને ઊની કપડાંનું દાન કરવું શુભ રહેશે.
ધન અને મીન-આ રાશિઓનો સ્વામી ગુરુ છે. પુણ્યનું પરિણામ વધારવા માટે આ રાશિના જાતકો માટે આ દિવસે તલ, ગોળ, ખીચડી, મગફળી, પપૈયા અને પીળા ચંદનનું દાન કરવું શુભ રહેશે.