Raksha Bandhan 2023: ભદ્રાકાળમાં નથી બાંધી શક્યા રાખડી, તો આ કારણે 20 સપ્ટેમ્બરે મનાવી શકશો રક્ષાબંધન
Raksha Bandhan 2023: રક્ષાબંધનનો તહેવાર 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહ્યો છે.પરંતુ કેટલાક લોકો 20 દિવસ પછી એટલે કે 20 સપ્ટેમ્બરે પણ આ તહેવાર ઉજવશે, જાણો કેમ રક્ષાબંધન 20 સપ્ટેમ્બરે પણ ઉજવી શકાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાઈ-બહેનનો તહેવાર રક્ષા બંધન આ વર્ષે 30 અને 31 ઓગસ્ટે ઉજવવામાં આવી રહી છે. આ વર્ષે ભાદ્રાના કારણે 30 ઓગસ્ટ અને 31 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ભદ્રાના કારણે કેટલાક લોકો રક્ષાબંધન 30 ઓગસ્ટે નથી મનાવી શકયા.
રક્ષાબંધનની તારીખને લઈને અલગ-અલગ દલીલો કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણા લોકો 30મીએ આ તહેવાર ઉજવ્યો તો ઘણા લોકો 31મીએ એટલે કે આજે આ પર્વની ઉજવણી કરી રહ્યાં છે. પરંતુ, કેટલાક લોકો એવા છે જેનેન ન તો 30મી ઓગસ્ટે રાખડી બાંધી કે નતો 31મી ઓગસ્ટે ઉજવણી કરશે. તેઓ હવે 20 સપ્ટેમ્બરે જ રક્ષાબંધન ઉજવશે.
ઘણા લોકો શ્રાવણની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવતા નથી અને આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધતી નથી. રાજસ્થાન અને રાજસ્થાનની બહાર પણ ઘણા રાજ્યોમાં આવી પરંપરા છે. આ જાતિઓ શ્રાવણની પૂર્ણિમાને બદલે ઋષિ પંચમીના દિવસે રક્ષાબંધન ઉજવે છે.
તેને ભાઈ પંચમી પણ કહેવામાં આવે છે. ઋષિ પંચમી રક્ષાબંધનના 20 દિવસ પછી આવે છે અને આ દિવસે લોકો રાખી ઉજવે છે. આ વખતે 20 સપ્ટેમ્બરે આ લોકો રક્ષાબંધન ઉજવશે.
ઋષિ પંચમીના દિવસે પારીક સમાજ, કાયસ્થ સમાજ, મહેશ્વરી સમાજ અને દધીચ બ્રાહ્મણ સમાજના લોકો રક્ષાબંધનની ઉજવણી કરે છે. આ દિવસે મહિલાઓ રાખડી બાંધવા ઉપરાંત ઋષિ મહર્ષિ અને સપ્તર્ષિની વિશેષ પૂજા કરે છે અને વ્રત પણ રાખે છે.
એવું માનવામાં આવે છે કે,પાર્વતીના પુત્ર ગણેશને તેની બહેને ઋષિ પંચમીના દિવસે રાખડી બાંધી હતી. આ સાથે એવું કહેવાય છે કે મહેશ્વરી સમુદાયના લોકો પોતાને ભગવાન શિવના વંશજ માને છે, જેના કારણે તેઓ આ દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે.