Maa Lakshmi: આ 6 ભૂલો દરિદ્રતાને નોતરે છે, સાવધાન, ઘરમાં ભૂલથી પણ ન કરશો આ કામ
Friday Remedies: શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે માની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસ સાથે જોડાયેલા કેટલાક ખાસ નિયમો છે. જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં બરકત નથી રહેતી અને દરિદ્રતા આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહિંદુ ધર્મમાં, દરેક દિવસ કોઈને કોઈ દેવ દેવીને સમર્પિત છે. શુક્રવારને દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે કેટલાક કામ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે, પરંતુ કેટલાક કામ એવા હોય છે જેનાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ વસ્તુઓ કરવાથી ઘરમાં રિદ્ધિ સિદ્ધિ નથી રહેતી અને લક્ષ્મી પણ નથી ટકતી
જે ઘરમાં ગંદકી હોય છે, સ્વસ્છતાનું પાલન નથી થતું તેવા ઘરમાં ક્યારેય ધન નથી ટકતું. ગંદકીવાળા ઘરના દ્વારથી મહાલક્ષ્મી દ્વારથી પરત ફરી જાય છે.
જે ઘરના લોકો પથારી પર બેસીને ભોજન કરે છે, તે ઘરના લોકોને ક્યારેય દેવી લક્ષ્મીની કૃપા નથી મળતી. પલંગ પર બેસીને ભોજન કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને જીવનમાં દરિદ્રતા આવે છે.
જે ઘરમાં રાત્રિના સમયે સંજવારી વાળવામાં આવે, એવા ઘરમાં પણ લક્ષ્મી ટકતી નથી. ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી મા લક્ષ્મી નારાજ થાય છે, રાત્રિના સમયે ઝાડુ કરવાથી ઘરમાં ધનનો સતત અભાવ રહે છે.
જે ઘરમાં રાત્રે કપડા ધોવામાં આવે છે, તે ઘરના લોકોથી પણ મહાલક્ષ્મી અપ્રસન્ન રહે છે. આવા ઘરમાં લક્ષ્મી પ્રવેશ કરતી નથી. રાત્રે કપડા ધોવાથી નકારાત્મક શક્તિ પ્રબળ થાય છે. તેથી કપડા, ઝાડુ સહિતના કામ સવારે જ થવા જોઇએ.
જૂઠા વાસણને રાત્રે સાફ કર્યા વિના રાખવાથી પણ લક્ષ્મી અપ્રસન્ન રહે છે. ઘરમાં ધન ધાન્યની બરકત માટે રાત્રે સૂતા પહેલા રસોડુ વાસણ સાફ કરીને જ ઊંઘવું જોઇએ.
ભગવાન વિષ્ણુ વિના મહાલક્ષ્મીની પૂજા અધુરી રહે છે. જેથી ક્યારેય પણ મંદિરમાં એકલા લક્ષ્મીજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત ન કરો. મંદિરમાં વિષ્ણુ અને મહાલક્ષ્મી બંને સ્થાપિત કરીને પૂજન અર્ચન કરવાથી શીઘ્ર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.