Vastu Tips: ઘરમાં આ કારણે સવાર સાંજ પ્રગટાવવો જોઇએ ઘીનો દીપક, જાણો શું થાય છે વિશેષ લાભ
ઘરના મંદિરમાં દરરોજ સવાર-સાંજ દીવો પ્રગટાવવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. વેદશાસ્ત્રોમાં દેવી-દેવતાઓ સમક્ષ ઘી કે તેલનો દીવો પ્રગટાવવાના અનેક લાભ દર્શાવવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં દીવો પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે, જેનાથી નકારાત્મક ઉર્જા અને વાસ્તુ દોષ દૂર થાય છે. શિવપુરાણ અનુસાર ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે.
માન્યતાઓ અનુસાર પૂજામાં ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ સિવાય તેલનો દીવો જમણી બાજુ રાખવો જોઈએ. દીવો હંમેશા ભગવાનની મૂર્તિની સામે જ રાખવો જોઈએ.
માન્યતાઓ અનુસાર, ઘીનો દીવો દેવી-દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે, જ્યારે તેલના દીવાનો ઉપયોગ કોઈ ઈચ્છા પૂરી કરવા અથવા કોઈ વાસ્તુ કે ગ્રહ દોષને દૂર કરવા માટે કરવામાં આવે છે.
દેવીને પ્રસન્ન કરવા હોય તો ઘીનો દીવો કરો. તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે.શનિ દોષ, સાડા સતી અને પનોતીથી મુક્તિ મેળવવા માટે સરસવ અથવા તલના તેલનો દીવો કરવો શુભ રહેશે.
જો તમે પવનના પુત્ર હનુમાનજીને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ચમેલીના તેલનો દીવો કરવો શુભ રહેશે. હંમેશા ત્રણ ખૂણાવાળો દીવો પ્રગટાવો.
સૂર્યદેવ ઉપરાંત કાલ ભૈરવને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે.કુંડળીમાં રાહુ અને કેતુને શાંત રાખવા માટે અળસીના તેલનો દીવો કરવો શુભ છે.