Best 100cc bikes: ગામડાંથી લઇ શહેરો સુધી લોકોના દિલોમાં રાજ કરે છે આ સસ્તી પણ દમદાર બાઇકો, તમને કઇ છે પસંદ?
Affordable Bikes: ભારતીય માર્કેટમાં અત્યારે કેટલીક કંપનીઓના બાઇક્સ અવેલેબલ છે, પરંતુ તમામ બાઇક્સ બધા લોકો માટે અફોર્ડેબલ નથી હોતા, કેમ કે આની પ્રાઇસ ખુબ મોંઘી હોય છે, જો તમે એક સસ્તુ અને સારું બાઇક ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો અહીં જુઓ કેટલાક સારા ઓપ્શન અવેલેબલ છે. આજે અમે તમને અહીં 5 બેસ્ટ ઓપ્શન વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જે દેશમાં મોટા પ્રમાણમાં વેચાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક દેશમાં મોટાપાયે વેચાઇ રહી છે, આ એક માઇલેજ બાઇક છે જેની શરૂઆતી કિંમત 74,494 રૂપિયા છે. તે 3 વેરિઅન્ટ અને 7 કલરમાં આવે છે. આમાં 97.2cc BS6 એન્જિન છે, જે 7.91 bhpનો પાવર અને 8.05 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
Hero HF Deluxeની શરૂઆતી એક્સ-શૉરૂમ કિંમત 61,620 રૂપિયા છે. તે 6 વેરિઅન્ટ અને 11 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં 97.2cc BS6 એન્જિન છે જે 7.91 bhpનો પાવર અને 8.05 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
TVS Sport એ શાનદાર માઇલેજ ધરાવતી બાઇક છે, જેની એક્સ-શૉરૂમ કિંમત 63,350 રૂપિયા છે. તે 3 વેરિઅન્ટ અને 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં 109.7cc BS6 એન્જિન છે, જે 8.18 bhpનો પાવર અને 8.7 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
Honda Shine 100ની શરૂઆતી એક્સ-શૉરૂમ કિંમત 64,900 રૂપિયા છે. તે માત્ર 1 વેરિઅન્ટ અને 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં 98.98cc BS6 એન્જિન છે જે 7.28 bhpનો પાવર અને 8.05 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.
Hero Splendor Plus Xtecની કિંમત 79,261 રૂપિયાથી શરૂ થાય છે. તે માત્ર 1 વેરિઅન્ટ અને 4 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આમાં 97.2cc BS6 એન્જિન છે જે 7.9 bhpનો પાવર અને 8.05 Nmનો ટૉર્ક જનરેટ કરે છે.