IN Pics: સ્મૃતિ ઇરાનીથી લઇને સુપ્રિયા સુલે સુધી, 10 મહિલા સાંસદોએ સ્પેશ્યલ મેસેજની સાથે શેર કરી જુની સંસદની યાદો
New Parliament Building: સંસદના વિશેષ સત્રના એક દિવસ પહેલા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે નવા સંસદ ભવન પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે આજે સ્મૃતિ ઈરાનીથી લઈને સુપ્રિયા સુલે સુધીની મહિલા સાંસદોએ પોતાની ખાસ યાદોને જૂની સંસદની તસવીરો સાથે શેર કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી સંસદ ભવનનાં પ્રાંગણમાં ધ્વજ ફરકાવ્યા બાદ 10 મહિલા સાંસદોએ જૂની બિલ્ડિંગ સાથે જોડાયેલી યાદો શેર કરી હતી. જેમાં પ્રથમ નામ સ્મૃતિ ઈરાનીનું છે.
હરસિમરત કૌર બાદલે લખ્યું કે, મારી પાસે આ બિલ્ડિંગની 144 પિલર સાથે જોડાયેલી ઘણીબધી યાદો છે.
અનુપ્રિયા પટેલે લખ્યું કે, જ્યારે મેં પહેલીવાર આ બિલ્ડિંગમાં પગ મૂક્યો ત્યારે મને લાગ્યું કે હું એક ઐતિહાસિક ઈમારતમાં પગ મૂકું છું.
પૂનમ મહાજને કહ્યું, ચાલો વિજયની છેલ્લી ગર્જના કરીએ, નવ દધીચીએ હાડકાં ઓગાળીએ, ફરી દીવો પ્રગટાવીએ...
રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું, આ સ્થળનો ઈતિહાસ અને તેની સુંદર વાસ્તુકલા, જેના પર ઉગ્ર ચર્ચા અને હંગામો જોવા મળ્યો છે. આ સંસદે એક મજબૂત રાષ્ટ્ર તરીકેની અમારી સફરને આકાર આપ્યો છે.
રામ્યા હરિદાસે જૂની સંસદને લોકશાહીનો મહેલ અને મજબૂત નિર્ણયોની જન્મભૂમિ ગણાવી હતી.
સુપ્રિયા સુલેએ કહ્યું કે, મને સંસદની સુંદર ઇમારતનો ભાગ બનવાની તક આપવા બદલ હું મહારાષ્ટ્ર અને બારામતીના લોકોનો આભાર વ્યક્ત કરું છું.
નવનીત રાણાએ કહ્યું કે, જૂની સંસદમાં પહેલીવાર પગ મૂક્યો તેની યાદ આજે પણ મારા મગજમાં છે.
રાજ્યસભાના સાંસદ પીટી ઉષાએ લખ્યું છે કે, હું 1986માં પહેલીવાર સંસદની મુલાકાત લીધી હતી અને 20 જુલાઈ 2022ના રોજ હું રાજ્યસભાના સાંસદ તરીકે પહેલીવાર સંસદમાં આવી હતી, તે મારા માટે મોટો દિવસ હતો.
મહુઆ મોઇત્રાએ કહ્યું, આ બિલ્ડીંગ હંમેશા મારા દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે, જેમ કે કોઈના પહેલા ઘર.