Largest Boot Space Cars: કાર ખરીદવાનું વિચારો છો? તો આ પહેલા આ 5 કારની યાદી ચોક્કસ ચકાસો
Largest Boot Space Cars: દરેક ગ્રાહક પાસે તેની જરૂરિયાતો અનુસાર વિવિધ પસંદગીઓ હોય છે. જો તમને સારી બૂટ સ્પેસવાળી કારની જરૂર હોય, તો આ વિકલ્પો તમારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલું નામ સિટ્રોન સી3 એરક્રોસ છે. તાજેતરમાં લૉન્ચ થયેલી નવી Citroen C3 Aircross SUVમાં 511 લિટરની બૂટ સ્પેસ છે. જેને તમે એક્સ-શોરૂમ 9.99 લાખ રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.
મારુતિ સુઝુકી સિયાઝ બીજા સ્થાને છે. 9.30 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતની આ સેડાન કાર 502 લિટર બૂટ સ્પેસ સાથે ઉપલબ્ધ છે.
આ યાદીમાં ત્રીજું નામ હોન્ડા અમેઝનું છે. હોન્ડાની આ બજેટ સેડાન કારને 420 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 7.05 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
ચોથી કાર Tata Tigor છે. આ ટાટા સેડાન કારને 419 લીટર બૂટ સ્પેસ સાથે ખરીદી શકાય છે. તેની પ્રારંભિક કિંમત 6.30 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
કિઆ સોનેટ પાંચમા નંબરે છે. કંપની આ કારમાં 392 લિટરની ક્ષમતા સાથે બૂટ સ્પેસ આપે છે. આ કાર ખરીદવા માટે તમારે 7.79 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત ચૂકવવી પડશે.