Auto Expo 2023: માર્કેટમાં આવી રહી છે મારુતિની આ નવી જનરેશનની કાર, તસવીરોમાં જુઓ લૂક એન્ડ ડિઝાઇન
Auto Expo: મારુતિ જિમ્નીની પહેલી ઝલક છેવટે ઓટો એક્સ્પૉમાં જોવા મળી ગઇ છે. આ તે કાર છે જેની દિવાનગી દુનિયાભરમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાંબા સમય બાદ... કંપનીએ છેવટે મારુતિ જિમ્નીની ભારતમાં એન્ટ્રી કરાવી દીધી છે. Maruti Suzukiએ ફાઇનલી ઓટો એક્સ્પૉમાં 5 દરવાજા વાળી મારુતિ જિમ્નીને લૉન્ચ કરી દીધી છે. આ કાર ભારતમાં નેક્સા પ્લેટફોર્મ દ્વારા વેચવામાં આવશે, આ કારનો સીધો મુકાબલો થાર સાથ થશે.
ભારતમાં, મારુતિ સુઝુકીએ પાંચ વર્ષની લાંબી પ્રતીક્ષા પછી ભારતમાં તેની પ્રથમ ઑફ-રોડ SUV મારુતિ જીમ્ની 5 ડોર લૉન્ચ કરી છે. મારુતિ જિમ્ની લૉન્ચ કરવાની સાથે કંપનીએ તેની બુકિંગ વિન્ડો પણ ખોલી છે.
કેટલું ટોકન આપીને કરાવી શકાય છે બુક - મારુતિ જીમ્ની 5 ડોર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકો કંપનીની અધિકૃત વેબસાઈટ પર જઈને અથવા નજીકની મારુતિ સુઝુકી ડીલરશીપની મુલાકાત લઈને તેને બુક કરી શકે છે. કંપનીએ આ ઑફ-રોડ SUV બુક કરવા માટે 11,000 રૂપિયાની ટોકન રકમ નક્કી કરી છે, જે રિફંડપાત્ર છે.
એન્જિન કેવું છે - મારુતિ સુઝુકીએ જિમ્ની 5 ડોરમાં 4 સિલિન્ડર સાથે 1.5 લિટર K-15-B પેટ્રોલ એન્જિન આપ્યું છે જે 101 bhpનો પાવર અને 130 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે કંપનીએ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન અને 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ આપ્યો છે. આ સાથે મારુતિ સુઝુકીએ આ ઑફ રોડ SUVમાં 4X4 વ્હીલ ડ્રાઇવનું ફીચર પણ આપ્યું છે.
મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓએ શું કહ્યું - મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી ટેકયુચીએ 5 ડોર જિમની લૉન્ચ ઈવેન્ટમાં જણાવ્યું હતું કે, મારુતિ સુઝુકી ભારતમાં પહેલીવાર JIMNY રજૂ કરી રહી છે જે 5 દરવાજા સાથે લૉન્ચ કરવામાં આવી છે. આ SUVને સમગ્ર વિશ્વમાં ઘણો પ્રેમ મળ્યો છે, જેનો પુરાવો એ હકીકત છે કે તેને 199 દેશોમાં લગભગ 3.2 મિલિયન લોકોએ ખરીદ્યો છે.
કેટલા કલરમાં મળશે કાર - મારુતિ સુઝુકીએ જિમ્નીને 7 રંગો સાથે ઓફર કરી છે, જેમાં 5 સિંગલ ટોન અને બે ડ્યુઅલ ટોનનો સમાવેશ થાય છે. આ રંગો ગ્રેનાઈટ ગ્રે, નેક્સા બ્લુ, બ્લુઈશ બ્લેક, પર્લ આર્ક્ટિક વ્હાઇટ, કાઈનેટિક યલો અને બ્લેક રૂફ સાથે સિઝલિંગ રેડ છે
જિમ્ની 5 ડોર લૉન્ચ કરવાની સાથે, મારુતિ સુઝુકીએ તેની નવી પ્રીમિયમ SUV મારુતિ ફ્રૉન્ક્સનું પણ અનાવરણ કર્યું છે. મારુતિ સુઝુકીએ આ SUVને 4 સિલિન્ડર સાથે 1.2 લિટર પેટ્રોલ એન્જિન સાથે બજારમાં ઉતારી છે. મારુતિ જીમની સાથે કંપનીએ આ SUV માટે બુકિંગ વિન્ડો પણ ખોલી છે.