Snowfall 2023: કેદારનાથથી લઇ કાશ્મીર સુધી છવાઈ બરફની ચાદર, સુંદર દ્રશ્યો જોઈ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ
Snowfall 2023: હાલમાં પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો રસ્તો, વૃક્ષો, ઘરો ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારે હિમવર્ષા બાદ ઉત્તરાખંડમાં આવેલ ગંગોત્રી ધામ પર સફેદ ચાદર પથરાઈ ગઈ છે. ધામના નીચાણવાળા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હિમવર્ષા અને ઠંડીના કારણે તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો છે.
કાશ્મીરમાં ભારે હિમવર્ષા બાદ શ્રીનગર - લેહ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. રસ્તા પર બરફ જમા થયો છે. નાગરિક વાહનોની અવરજવર માટે હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે.
સોનમર્ગ, ગુલમર્ગ, પહેલગામ અને કાશ્મીરના અન્ય ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. શુક્રવારે ઘણી જગ્યાએ હળવી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે, જ્યારે તે પછી 18 જાન્યુઆરી સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે.
કાશ્મીર હાલમાં 'ચિલ્લાઇ કલાન'ની પકડમાં છે. આ 40 દિવસમાં સૌથી કઠોર હવામાન હોઈ છે. જ્યારે હિમવર્ષાની સંભાવના સૌથી વધુ હોઈ છે. ચિલ્લાઇ કલાન 21 ડિસેમ્બરથી શરૂ થાય છે અને 30 જાન્યુઆરીએ સમાપ્ત થાય છે. તે પછી પણ શીત લહેર ચાલુ રહે છે, જે પછી 'ચિલ્લાઇ ખુર્દ' (નાની ઠંડી) 20 દિવસ સુધી અને 'ચિલ્લાઇ બચા' (બેબી કોલ્ડ) 10 દિવસ સુધી ચાલે છે.
હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ ઘાટીમાં પણ ગુરુવારે ભારે હિમવર્ષા થઈ હતી. કુલ્લુ પોલીસે એક ફરમાન બહાર પાડીને પ્રવાસીઓને બરફવાળા વિસ્તારોમાં ન જવા જણાવ્યું છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, પોલીસ હવે પ્રવાસીઓને મનાલી પાછા ફરવાનું કહી રહી છે.
કેદારનાથમાં ભારે હિમવર્ષાના કારણે 2 ફૂટ સુધી બરફ જમા થઇ ગઈ છે.