એન્જિન દમદાર... ફિચર શાનદાર, આ છે બીએમડબલ્યૂની સૌથી સસ્તી બાઇક
BMW Cheapest Bike: BMW લક્ઝરી કાર અને બાઇકના ઉત્પાદન માટે જાણીતી છે. જાણો ભારતીય બજારમાં BMWની સૌથી ઓછી કિંમતની બાઇક વિશે. લક્ઝરી બ્રાન્ડની સૌથી સસ્તી બાઇક BMW G 310 R છે. આ BMW બાઇક ગયા વર્ષે 2023માં ભારતીય બજારમાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBMW G 310 Rમાં 310 cc, સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન છે. આ એન્જિન 9,250 rpm પર 25 kW અથવા 34 hpનો પાવર આપે છે અને 7,500 rpm પર 28 Nmનો ટોર્ક જનરેટ કરે છે.
BMWની આ 310 cc બાઇક ત્રણ કલર વેરિઅન્ટ સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ બાઇક તેના દમદાર ફીચર્સ તેમજ શાનદાર ડિઝાઇન માટે જાણીતી છે.
આ બાઇકમાં સ્ટાન્ડર્ડ LED હેડલાઇટ અને LED ઇન્ડિકેટર લગાવવામાં આવ્યા છે. આ BMW બાઇકમાં એલ્યુમિનિયમ વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે.
BMW આ બાઇક પર 3 વર્ષની વોરંટી આપી રહી છે. બાઇકમાં એડજસ્ટેબલ ક્લચ અને બ્રેક લિવર પણ લગાવવામાં આવ્યા છે.
આ BMWની સૌથી સસ્તી બાઇક છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 2.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો કે, સૌથી સસ્તી બાઇક હોવા છતાં, આ બાઇકની કિંમત ભારતીય બજારમાં ઉપલબ્ધ બાઇક કરતા ઘણી વધારે છે.