Best Budget Cars: 10 લાખ સુધીના બજેટમાં આવતી શાનદાર કાર, સ્પેસમાં નહી કરે નિરાશ, જુઓ
જો તમે એવી SUV શોધી રહ્યા છો, જેમાં તમને યોગ્ય સ્પેસ મળી રહે તો આ સમાચાર તમારા કામના છે. કારણ કે આગળ અમે તમને આવા પાંચ વિકલ્પો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જે કારમાં વધારે સ્પેસ મળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પ્રથમ નંબર ટાટાની લોકપ્રિય SUV Tata Nexon છે, જે સૌથી વધુ વેચાતી કાર છે. તે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક ટ્રીમ બંનેમાં ઉપલબ્ધ છે. તેને 7.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
બીજી કાર Nissan Magnite SUV છે, જેને તમે રૂ. 5.99 લાખથી રૂ. 10.86 લાખની કિંમતમાં ખરીદી શકો છો. નવીનતમ સુવિધાઓ સાથે આ કાર સ્પેસના સંદર્ભમાં તમને નિરાશ નહીં કરે.
આગળના નંબર પર રેનો કીગર છે, તેને રૂ. 6.50 લાખથી રૂ. 11.23 લાખની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે. આમાં પણ તમને સારી જગ્યા મળે છે.
ચોથા નંબર પર મારુતિ સુઝુકી ફ્રોન્ક્સ છે, જે આ વર્ષે એપ્રિલમાં લોન્ચ કરવામાં આવી હતી. તેની કિંમત 7.46 લાખ રૂપિયાથી 13.13 લાખ રૂપિયા સુધીની છે.
અને આ યાદીમાં પાંચમી કાર ટાટાની ટાટા પંચ છે. જે કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં સૌથી નાની એસયુવી છે. આ કાર તમને રૂ. 5.49 લાખથી રૂ. 9.30 લાખ એક્સ-શોરૂમની કિંમતમાં ઘરે લાવી શકો છો.