Best CNG Cars: આ CNG કારો છે ભારતીય ખરીદદારોની પહેલી પસંદ, જુઓ તસવીરો
હાલમાં ભારતમાં સૌથી સસ્તી CNG કાર મારુતિ Eeco છે. કંપની આ કારમાં 1.2 L પેટ્રોલ એન્જિન આપે છે જે 6,000 rpm પર 62 bhp અને 3,000 rpm પર 85 nm પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રેષ્ઠ CNG કારની યાદીમાં મારુતિની S-Presso કાર બીજા નંબર પર છે. આ કાર ચાર CNG વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. આ કાર 1.0 L પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 59 PS અને 78 NM પીક ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
મારુતિની અલ્ટો 800 CNG પણ સૌથી વધુ આર્થિક કારમાંથી એક છે. આ કાર બે CNG વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. મારુતિ આ કારમાં 0.8 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપે છે જે 41 PS પાવર અને 60 NM ટોર્ક ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
મારુતિની અન્ય કાર, મારુતિ વેગન-આર, CNG વેરિઅન્ટમાં દેશમાં સૌથી વધુ વેચાતી કારની યાદીમાં સામેલ છે. આ કાર બે CNG વેરિઅન્ટ LXI અને LXI(O)માં ઉપલબ્ધ છે. આ કાર એક કિલોગ્રામ સીએનજીમાં 33.5 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
વધુ સારી માઈલેજ આપતી હેચબેક કાર્સમાં હ્યુન્ડાઈની સેન્ટ્રો કારનો પણ સમાવેશ થાય છે. હ્યુન્ડાઈની આ કાર બે CNG મોડલ મેગ્ના અને સ્પોર્ટ્સમાં ઉપલબ્ધ છે. કંપની આ કાર માટે 30 કિલોમીટર સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.