Jacqueline Fernandez: જેકલીન ફર્નાન્ડીઝનો ખૂબસુરત અંદાજ, લગ્નમાં પહેરવા માટે છે સૌથી બેસ્ટ
બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ પોતાની સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ઈન્સ્ટાગ્રામ પર તેની દરેક પોસ્ટ પર ફેન્સ ઘણી બધી લાઈક્સ અને કોમેન્ટ કરે છે. શ્રીલંકન બ્યુટી એટલે કે અભિનેત્રી જેકલીન મોટાભાગના પ્રસંગોમાં બોલ્ડ દેખાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના તાજેતરના લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ સાડીમાં નવા ફોટા શેર કર્યા છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. બોલ્ડ લુક હોય કે દેશી લુક, જેકલીન પોતાની સ્ટાઈલથી ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહે છે.
જેકલીન સોશિયલ મીડિયા પર પોતાની અદભૂત તસવીરો શેર કરતી રહે છે. તેની સ્ટાઈલ દરેકને દિવાના બનાવી દે છે. નવીનતમ પોસ્ટમાં પણ અભિનેત્રી ભારતીય વસ્ત્રોમાં અદ્ભુત દેખાઈ રહી છે. સાડી હોય કે લહેંગા જેકલીન દરેક લુકમાં ખૂબસૂરત લાગે છે.
જો તમે કોઈ ફંક્શનમાં જવાનું વિચારી રહ્યા છો તો તમે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝના આ લુક્સમાંથી પ્રેરણા લઈ શકો છો. સાડીને આ રીતે સ્ટાઈલ કરો તો જ તમે ફંક્શનમાં ચમકશો. બધાની નજર તમારા પર અટકી જશે.
અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝે ખૂબ જ સુંદર સાડીમાં ફોટા શેર કર્યા છે. દરેક લુકને જોઈને ફેન્સ કન્વીન્સ થઈ જાય છે. જો તમે તમારી જાતને આ રીતે તૈયાર કરશો. તો તમે દરેકની લાઇમલાઇટ ચોરી કરશો.
જેકલીનનો લુક ટ્રેડિશનલ હોવાની સાથે ગ્લેમરસ પણ છે. અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ઘણી ફેન ફોલોઈંગ છે. એટલા માટે ચાહકો દરેક પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે.
જો તમારે કોઈ દિવસના ફંક્શનમાં જવું હોય તો એક્ટ્રેસના આ લુકની નકલ કરવી પણ પરફેક્ટ સાબિત થઈ શકે છે. ફ્લોરલ ડિઝાઈન કરેલા પોશાક લગ્ન માટે સારો વિકલ્પ છે.