Best Mileage Cars: 18 કિમી/લીટરથી વધુ માઇલેજ આપે છે આ કારો, જોઇ લો તસવીરો....
Mileage Cars: આ સમયે ભારતમાં એસયૂવીનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. જો તમે તમારા માટે એક સારી માઇલેજ વાળી એસયૂવીની તલાશ કરી રહ્યાં છો, તો આ ઓપ્શન પર જરા વિચાર કરવો જોઇએ, જુઓ અહીં બતાવેલી બેસ્ટ માઇલેજ કારો વિશે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેનો ટ્રાઇબર એસયૂવી - આ લિસ્ટમાં પહેલા નંબર પર રેનૉની 7 સીટર કાર રેનૉલ્ટ ટ્રાઇબરનું નામ છે, આ કારને ARAI પ્રમાણિત માઇલેજ 18.2 કિલોમીટર પ્રતિ લીટર છે, એર આને 6.33 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમતમાં ઘરે લઇ જઇ શકાય છે.
નિસાન મેગ્નેટ એસયૂવી - બીજા નંબર પર નિસાનની નિસાન મેગ્નેટ અવેલેબલ છે. આ કારને ARAI પ્રમાણિત માઇલેજ 20 કિલોમીટર પ્રતિ લીટરની છે. આ કારને 599 લાખ રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકાય છે.
રેનૉ કિગર એસયૂવી - ત્રીજા નંબર પર રેનૉની વધુ એક કાર રેનો કિગર અવેલેબેલ છે. આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.24 કિલોમીટર પ્રતિ લીટર છે, આ કાર 19 વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ છે. આ કારને 6.50 લાખ રૂપિયાની કિંમતમાં ઘરે લઇ જઇ શકો છો.
ટાટા પંચ એસયૂવી - ચોથા નંબર પર ટાટાની એસયૂવી કાર ટાટા પંચ અવેલેબલ છે, આ કારને ARAI સર્ટિફાઇડ માઇલેજ 18.8 ની છે. આ કારને 6 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમતમાં ઘરે લઇ જઇ શકાય છે.
હ્યૂન્ડાઇ વેન્યૂ એસયૂવી - પાંચમા નંબર પર હ્યૂન્ડાઇની હ્યૂન્ડાઇ વેન્યૂ ઉપલબ્ધ છે. કંપની આ કારને પેટ્રૉલ વેરિએન્ટ માટે 18.1 કિલોમીટર પ્રતિ લીટરનો દાવો કરે છે. આ કારને 7.67 લાખ રૂપિયા એક્સ શૉરૂમની કિંમત પર ઘરે લઇ જઇ શકાય છે.