Best Mileage Cars: જો તમે એક બેસ્ટ માઇલેઝ કારની શોધમાં છો, તો આ ગાડીઓ પર કરો એક નજર......
Best Mileage Cars: દેશમાં સૌથી વધુ વેચાણ માઇલેજ કારોનું થાય છે, જો તમે પણ તમારા માટે એક આવી જ માઇલેજ કાર લેવા ઇચ્છો છો, તો અમે તમને અહીં કેટલાક બેસ્ટ ઓપ્શન બતાવી રહ્યાં છીએ, તેના પર તમે ખરીદવા માટે વિચાર કરી શકો છે, કરો અહીં એક નજર.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સેલેરિયા - મારુતિ સેલિરિયો કાર દેશમાં અવેલેબલિ સૌથી વધુ માઇલેજ આપનારી કારોમાની એક છે, સાથે જ બજેટના મામલામાં પણ એકદમ ફિટ બેસે છે. આ કારની માઇલેજ 26.68 kmpl છે, આ કાર બજેટ અને માઇલેજનુ બેસ્ટ કૉમ્બિનેશન છે.
હ્યૂન્ડાઇ ગ્રાન્ડ i10 - હ્યૂન્ડાઇની ગ્રાન્ડ i10 હેચબેક કાર શાનદાર લૂકની સાથે બેસ્ટ માઇલેજ પણ આપે છે. Hyundai ની આ Grand i10 NIOS ની માઇલેજ 26.2 kmpl છે. આ કાર દેશમાં હાઇ ડિમાન્ડ વાળી કાર છે. આનુ કારણ માઇલેજની સાથે સાથે હટકે લૂક પણ છે.
ટાટા અલ્ટ્રૉઝ - ટાટા અલ્ટ્રૉઝ, ટાટાની શાનદાર લૂક વાળી પ્રીમિયમ હેચબેક કરા છે, જેને માઇલેઝ અને સુરક્ષિત હોવાના કારણે ખુબ પસંદ કરવામાં આવી રહી છે, આના માઇલેઝની વાત કરીએ તો કંપની પોતાની આ કાર માટે 26 કિલોમીટર પ્રતિલીટરની માઇલેજનો દાવો કરે છે.
મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા - હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા કાર માટે કંપની 27 કિલોમીટર પ્રતિ લીટરના માઇલેજનો દાવો કરે છે, હાઇબ્રિડ ટેકનોલૉજી વાળી હોવાના કારણે આ કાર ઓછી સ્પીડ પર ઇલેક્ટ્રિક વ્હીકલની જેમ ચાલે છે. જેની સીધી અસર માઇલેઝ પર પડે છે.
ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV - ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર SUV હાઇબ્રિડ પૉવરટ્રેન વાળી હોવાના કારણે 27 કિલોમીટર પ્રતિ મીટર પ્રતિ લીટરથી વધુની માઇલેજ આપવામાં સક્ષમ છે, સાથે જ લૂક અને ડિઝાઇનના મામલામાં પણ આ કાર શાનદાર છે.