China Corona Update: ચીનમાં કોરોના વિસ્ફોટ, હોસ્પિટલોમાં થયા મૃતદેહોના ઢગલા, જુઓ તસવીરો

એરિક ફિગેલ ડીંગના જણાવ્યા અનુસાર, બેઇજિંગમાં હોસ્પિટલો, ફ્યુનરલ પાર્લર અને સ્મશાનગૃહોનો સર્વે દર્શાવે છે કે મૃત્યુમાં તીવ્ર વધારો થવાથી અંતિમ સંસ્કાર વધી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
તેમણે દાવો કર્યો કે બેઇજિંગમાં શબઘરો ભરેલા છે. હોસ્પિટલોને રેફ્રિજરેટરની જરૂર છે. તેમનો દાવો છે કે બેઇજિંગમાં 2000 મૃતદેહોના અંતિમ સંસ્કાર થવાના બાકી છે.

હાલ ચીનની ઘણી હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા થયા છે.
ચીનમાં હોસ્પિટલમાં મૃતહેદોને ઢાંકીને લોબીમાં કતારબદ્ધ રાખવામાં આવ્યા છે.
નિષ્ણાતોનો અંદાજ છે કે આગામી 90 દિવસમાં ચીનની 60 ટકાથી ઓછી વસ્તી અને વિશ્વની 10 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત થવાની સંભાવના છે. આના કારણે મૃત્યુની સંભાવના લાખોમાં હોઈ શકે છે.
ચીનમાં જગ્યાના અભાવે હોસ્પિટલો દ્વારા પણ જ્યાં જગ્યા મળે ત્યાં કોરોના દર્દીના મૃતદેહો મૂકી દેવામાં આવે છે.
ચીનમાં ઘણી હોસ્પિટલમાં એક રૂમમાં એક સાથે ત્રણથી ચાર દર્દી સારવાર લઈ રહ્યા હોવાના અહેવાલો અને તસવીરો સામે આવી છે.
આ તસવીર પરથી ભારતમાં બીજી લહેર વખતે સર્જાયેલી સ્થિતિની યાદો તાજી થઈ જાય છે.