કોરોનાનો માર છતાં આ કંપનીઓએ વેચી દીધી લાખો કારો, 2020-21માં કંઇ કંપની રહી ટૉપ પર, જુઓ લિસ્ટ.....
નવી દિલ્હીઃ ગયુ વર્ષ એટલે કે 2020-2021 કોરોના મહામારીના કારણે આખી દુનિયા માટે ખરાર રહ્યું, આ મહામારીની ઉદ્યોગજગત પર જોરદાર માર આપીને ગયુ. ભારતમાં વર્ષ 2020ના માર્ચથી લાગેલા લૉકડાઉનના કારણે ઓટો મોબાઇલ સેક્ટરમાં સૌથી મોટો અને જબરદસ્ત નુકશાનીનો ખાડો પડ્યો હતો. જોકે, નવેમ્બર-ડિસેમ્બરમાં આ સેક્ટરમાં ફરી એકવાર સ્પીડ પકડાઇ હતી, હવે એપ્રિલ 2021થી કોરોનાની બીજી લહેર ફરી પાછી બ્રેક લગાવી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરંતુ એક રિપોર્ટ જાહેર થયો છે, જેમાં કઇ કંપનીએ કેટલી કારોનુ વેચાણ કર્યુ તે સામે આવ્યુ છે. જાણો અહીં દરેક કંપની વિશે.... ફેડશેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)એ નાણાંકીય વર્ષ 2020-21ની કાર કંપનીઓનો સેલ્સ રિપોર્ટ જાહેર કર્યો છે. તેના આધારે અમે તમને બતાવી રહ્યાં છીએ કે 1લી એપ્રિલ 2020થી 31 માર્ચ 2021 સુધી કઇ કંપનીએ કેટલી કારો વેચી છે.
1- મારુતિ સુઝુકી - ભારતમાં હજુ પણ મારુતિ સુઝુકીનો ક્રેઝ બરકરાર છે. વર્ષ 2020-21માં પેટ્રૉલ મૉડલ લાઇનઅપમાં સ્વિચ કર્યા બાદ પણ મારુતિની કારો સૌથી વધુ વેચાઇ છે, આનો માર્કેટ શેર 48 ટકા વધ્યો છે.
2- હ્યૂન્ડાઇ - ભારતીય ઓટોસેક્ટરની સૌથી મોટી બીજી નંબરની પૉપ્યૂલર બ્રાન્ડ છે. આની બેસ્ટ સેલિંગ ક્રેટા અને આઇ20 જેવા મૉડલ્સને લોકોએ ખુબ પસંદ કર્યા છે. નાણાંકીય વર્ષ 2020-21 માં હ્યૂન્ડાઇનો માર્કેટ શેર 17.36 ટકા રહ્યો છે.
3- ટાટા - દેશની ટૉપ 3 ઓટોમોબાઇલ બ્રાન્ડમાં ટાટાનુ નામ પણ સામેલ છે. ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં 2020-21 માં ટાટાના 20,000 યૂનિટ્સ વધુ વેચાયા. ટાટાના માર્કેટ શેરમાં 7.87 ટકાનો વધારો થયો છે.
4- કિયા - વર્ષ 2019થી જ કિયાએ ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રાખી છે. નાણાંકીય વર્ષ 2020-2021માં આનો માર્કેટ શેર 5.50 ટકા રહ્યો અને આ ચોથી સૌથી પૉપ્યૂલર બ્રાન્ડ બની ગઇ. ગયા નાણાંકીય વર્ષની સરખામણીમાં કિયાએ પોતાનો સેલ ડબલ કરી દીધો છે.
5- મહિન્દ્રા - વર્ષ 2020-21 નાણાંકીય વર્ષમાં મહિન્દ્રાના વાહનમાં સેલમાં કમી આવી છે. મહિન્દ્રાની કારના વેચાણમાં એક લાખ સુધીનો ઘટાડો આવ્યો છે. મહિન્દ્રાની સેકન્ડ જનરેશન થારને લોકોએ પસંદ કરી, પરંતુ કોરોના મહામારીના કારણે કંપની પોતાની નવી પ્રૉડક્ટ્સ વધુ લૉન્ચ ના કરી શકી. મહિન્દ્રાનો માર્કેટ શેર 5.35% રહ્યો, જે ગયા નાણાંકીય વર્ષથી ઓછો રહ્યો છે.