Budget Cars with AMT: ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે તમારા બજેટમાં ખરીદી શકો છો આ કારો, જોઇ લો ઓપ્શન.....
Budget Cars with AMT: આજકાલ ભારતીય માર્કેટમાં દરેક સેગમેન્ટ અને દરેક કેટેગરીમાં બજેટથી લઇને હાઇટેક કારોની એક લાંબી રેન્જ અવેલેબલ છે. જો તમે ઓટોમેટિક SUV ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે આ આર્ટિકલ કામનો છે, અહીં અમે તમને તમારા બજેટ સારો ઓપ્શન બતાવી રહ્યાં છીએ. તમે આ ઓપ્શનોને ધ્યાનમાં લઈ શકો છો. આ કારો ઓટોમેટિક ગિયરબૉક્સની સાથેની છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ ટાટા પંચ માઇક્રૉ એસયુવીનું છે, જે સૌથી વધુ સસ્તી ઓટોમેટિક કાર છે. તમે તેના ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે 1.2 લિટર એન્જિન વેરિઅન્ટને 7.5 લાખ રૂપિયા એક્સ-શૉરૂમની કિંમતે ઘરે લાવી શકો છો.
બીજી બજેટ ઓટોમેટિક કાર Hyundai Exeter છે, જે 1.2 લીટર એન્જિન સાથે ઓટોમેટિક વેરિઅન્ટમાં 7.97 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકાય છે.
આ યાદીમાં ત્રીજું નામ રેનો કિગરનું છે. કંપની તેનું 1.0 લિટર પેટ્રોલ એન્જિન ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે પણ વેચે છે, જેની પ્રારંભિક કિંમત 8.55 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
ચોથી કાર Maruti Suzuki Franks છે, જેનું 1.2 લીટર પેટ્રોલ એન્જિન ઓટોમેટિક ગિયરબૉક્સ સાથે ખરીદી શકાય છે. આ માટે તમારે એક્સ-શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા ખર્ચવા પડશે.
આ યાદીમાં છેલ્લું નામ નિસાન મેગ્નાઈટ છે, જે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે 10 લાખ રૂપિયાના એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે.