Electric Bikes: ફાયદાનો સૌદો છે આ ઇલેક્ટ્રિક બાઇક્સ. વારંવાર પેટ્રૉલ પંપ પર જવાથી મળશે મુક્તિ.....
Best Electric Bikes: ભારતીય ઓટો માર્કેટમાં કેટલાય સારા બાઇક્સ અવેલેબલ છે, પરંતુ જો તમે એક સારુ ઇલેક્ટ્રિક બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે. જો તમે પણ વારંવાર પેટ્રોલ ભરવાની ઝંઝટ છોડીને ઈલેક્ટ્રિક બાઈક ખરીદવાનું નક્કી કર્યું હોય, તો તમારે આ બેસ્ટ ઈલેક્ટ્રિક બાઈક પર વિચાર કરવો જોઈએ. જુઓ અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાદીમાં પહેલું નામ Revolt RV 400 બાઇકનું છે. જેને તમે 90,799 રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે ખરીદી શકો છો. આ બાઇક 3.24 kWh બેટરી પેકથી સજ્જ છે, જેને ફુલ ચાર્જ થવામાં 3 કલાક જેટલો સમય લાગે છે. સિંગલ ચાર્જ પર તેની સવારીની રેન્જ 150 કિમી સુધીની છે. અને આ બાઈક 85 કિમી/કલાકની ટોપ સ્પીડથી વેગ આપી શકે છે.
બીજા સ્થાને Comkey MX3 ઇલેક્ટ્રિક બાઇક છે, જેને તમે 95,000 એક્સ-શોરૂમની કિંમતે ઘરે લાવી શકો છો. આ બાઇક સિંગલ ચાર્જ પર 100 કિમીનું અંતર કાપી શકે છે અને 25 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર ચલાવી શકાય છે.
ત્રીજા સ્થાને કબીરા મોબિલિટીની KM 3000 ઇલેક્ટ્રિક બાઇક છે, જેની પ્રારંભિક કિંમત 1.12 લાખ છે. તેમાં 4.0 kWh બેટરી પેક છે, જે સિંગલ ચાર્જ પર 112 કિમી સુધીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ બાઇકની ટોપ સ્પીડ 100 કિમી પ્રતિ કલાક છે.
આગળ Odyssey Electric Evoque છે, જેને તમે એક્સ-શોરૂમ 1.5 લાખની કિંમતે ખરીદી શકો છો. તેમાં 4.32 kWhની બેટરી પેક છે, આ બાઇક એક વાર ચાર્જ કરવા પર 140 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે. તેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાક છે.
પાંચમા નંબરે પાવરફુલ ઇલેક્ટ્રિક બાઇક અલ્ટ્રાવાયોલેટ F77નું નામ છે, જે 10.3 kWh બેટરી પેક સાથે ઉપલબ્ધ છે. આ બાઇકની રાઇડિંગ રેન્જ સિંગલ ચાર્જ પર 307 કિમી સુધીની છે. આ બાઇકની ટોપ સ્પીડ 152 કિમી પ્રતિ કલાક છે. આ બાઇક ખરીદવા માટે તમારે 3.8 લાખ રૂપિયા એક્સ-શોરૂમની શરૂઆતી કિંમત ચૂકવવી પડશે.