Budget EV: ભારતીય માર્કેટની પાંચ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારો, તમે પણ ખરીદતા પહેલા જાણી લો ?
Budget EV: ભારતીય લૉકલ માર્કેટમાં ઇલેક્ટ્રિક કારના ઘણા બજેટ ઓપ્શનો અવેલેબલ છે, જે વધુ સારી રેન્જ સાથે ઉપલબ્ધ છે. આ આર્ટિકલમાં અમે તમને એવા પાંચ ઓપ્શનો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમને સસ્તામાં સારી ઇલેક્ટ્રિક કારની ખરીદી માટે કામ આવશે. જાણી લો અહીં....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડૉમેસ્ટિક માર્કેટમાં અફોર્ડેબલ ઈલેક્ટ્રિક કારની યાદીમાં MG કૉમેટ નંબર વન પર છે, જેને લાખ સુધીની કિંમતમાં ઘરે લાવી શકાય છે. કંપની તેને 7.98 લાખથી 9.98 લાખ રૂપિયાની એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચે છે. તેની ARAI ડ્રાઇવિંગ રેન્જ સિંગલ ચાર્જ પર 230 કિમી સુધીની છે.
ટાટાની ઇલેક્ટ્રિક હેચબેક Tata Tiago બીજા નંબર પર છે. તેની પ્રારંભિક કિંમત 8.69 લાખ રૂપિયા છે, જે તેના ટોપ વેરિઅન્ટ માટે એક્સ-શોરૂમ રૂપિયા 12.04 લાખ સુધી જાય છે. આ બે પાવર ટ્રેનો 192 kWh અને 24 kWh સાથે ઉપલબ્ધ છે, જેની IDC રેન્જ અનુક્રમે 250 કિમી અને 350 કિમી છે.
ત્રીજું બજેટ EV Citroenનું EC3 છે, જેને રૂ. 11.61 લાખની કિંમતે ખરીદી શકાય છે. જ્યારે તેના ટોપ વેરિઅન્ટ માટે તમારે 12.49 લાખ રૂપિયા એક્સ-શોરૂમ ચૂકવવા પડશે. તે સિંગલ ચાર્જ પર 320 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
બજેટ EVની યાદીમાં ચોથા નંબર પર Tata Tigor EV છે, જેની કિંમત 12.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જે તેના ટોપ વેરિઅન્ટ માટે રૂ. 13.75 લાખ એક્સ-શોરૂમ સુધી જાય છે. સિંગલ ચાર્જ પર તે 315 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.
ટોચની પાંચ EVની આ યાદીમાં ટાટાની સૌથી વધુ વેચાતી લોકપ્રિય EV Tata Nexonનું નામ પાંચમા નંબરે છે, જેની કિંમત 14.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને ટોચના વેરિઅન્ટની એક્સ-શોરૂમ 19.94 લાખ રૂપિયા છે. નેક્સોન મધ્યમ કેટેગરી (MR) અને લાંબી કેટેગરી (LR) સાથે અનુક્રમે 345 કિમી/ચાર્જ અને 465 કિમી/ચાર્જની ડ્રાઇવિંગ રેન્જ સાથે ઉપલબ્ધ છે.