OTT: ફેબ્રુઆરીમાં મળશે મનોરંજનનો ફૂલ ડૉઝ, થિએટરોમાં રિલીઝ થવા જઇ રહી છે બૉલીવુડની આ 6 ધાંસૂ ફિલ્મો
OTT: 2024નો ફેબ્રુઆરી મહિનો હવે શરૂ થવાનો છે અને તેની સાથે જ ઘણી નવી ફિલ્મો પણ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. ફેબ્રુઆરી મહિનો સિનેમા પ્રેમીઓ માટે મનોરંજનથી ભરેલો રહેવાનો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહિદ કપૂર અને કૃતિ સેનનની મૉસ્ટ અવેટેડ ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસે ઉલ્ઝા જિયા'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દ્વારા શાહિદ અને કૃતિની સિઝલિંગ કેમેસ્ટ્રી પહેલીવાર મોટા પડદા પર જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 9 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
યામી ગૌતમ સ્ટારર 'આર્ટિકલ 370' પણ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં આવવાની છે. તેની સ્ટૉરી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવા સાથે જોડાયેલી છે, જેમાં યામી ભારતીય ગુપ્તચર એજન્સીના અધિકારીની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ મોટા પડદા પર રિલીઝ થશે.
2010માં આવેલી ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોકા'ની સિક્વલ 'લવ સેક્સ ઔર ધોકા-2' પણ ફેબ્રુઆરીમાં રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.
ગુરુ રંધાવા સ્ટારર ફિલ્મ 'કુછ ખટ્ટા હો જાયે' 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં ગુરુ રંધાવા ઉપરાંત અનુપમ ખેર, સાઈ માંજરેકર, ઈલા અરુણ, અતુલ શ્રીવાસ્તવ, પરિતોષ ત્રિપાઠી અને પરેશ ગણાત્રા જેવા મહાન કલાકારો પણ જોવા મળશે.
બૉલીવૂડની નવી ફિલ્મ 'આખિર પલાયન કબ તક ?' 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રાજેશ શર્મા, ભૂષણ પટેલ, ગૌરવ શર્મા, ચિત્તરંજન ગિરી અને ધીરેન્દ્ર દ્વિવેદી જેવા કલાકારો જોવા મળશે.
'હદ્દી' બાદ હવે નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની નવી ફિલ્મ 'સેક્શન 108' દ્વારા મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે.
આ ફિલ્મ સેક્શન 108 ઈન્સ્યોરન્સ સ્કેમ પર આધારિત છે, જેમાં નવાઝુદ્દીન ઈન્સ્યોરન્સ એજન્ટની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ 2 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.