Affordable Cars: 6 લાખના બજેટમાં ખરીદવા માંગો છો કાર, તો તમારા માટે આ છે શાનદાર ઓપ્શન
Affordable Cars: નવુ વર્ષ 2023નું શરૂ થઇ ગયુ છે, અને જો તમે નવા વર્ષમાં એક શાનદાર અને બજેટમાં ફિટ બેસે તેવી કાર ખરીદવાનું મન બનાવી લીધુ છે, તો તમારા માટે આ સ્ટૉરી ખુબ કામની સાબિત થઇ શકે છે, કેમ કે અહીં અમે તમારા માટે 6 લાખની કિંમતમાં સારામાં સારી બજેટ અને સારા ફિચર લૉડેડ વિથ લૉ પ્રાઇસ રેન્જ વાળી કારનું લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જે તમારા માટે મોટો ઓપ્શન બની શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકી વેગન આર - મારુતિ સુઝુકી વેગન આર, આમાં બે એન્જિન ઓપ્શન આવે છે, જેમાં એક 1- લીટર યૂનિટ (67PS અને 89Nm બનાવે છે) અને એક 1.2 લીટર યૂનિટ (90PS અને 113Nm) નો ઓપ્શન મળે છે. આમાં સીએનજીનો પણ ઓપ્શન અવેલેબલ છે. આ કારની એક્સ શૉરૂમ કિંમત 5.48 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ટાટા પંચ - ટાટા પંચને પ્યૉર, બૉલ્ડ, એકમ્પ્લિશ્ડ અને ક્રિએટિવ જેવા ચાર ટ્રિમ્સમાં આવે છે, આની કાજીરંગા એડિશનમાં ટૉપ સ્પેક ક્રિએટિવ ટ્રિમ મળે છે. જ્યારે નવા કેમો એડિશન એડવેન્ચર અને એકમ્પ્લ્શ્ડ ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. આ એક 5 સીટર કાર છે, અને આમાં 366 લીટરનું બૂટ સ્પેસ મળે છે. આમાં 1.2-લીટર પેટ્રૉલ એન્જિન મળે છે, જે 86 PS નો પાવર અને 113 Nmનો ટૉર્ક પ્રૉડ્યૂસ કરે છે, આમાં 5- સ્પીડ મેન્યૂઅલ અને 5- સ્પીડ AMT ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. આની શરૂઆતી એક્સ શૉરૂમ કિંમત 6 લાખ રૂપિયા છે.
નિશાન મેગ્નાઇટ - નિશાન મિગ્નાઇટમાં બે પેટ્રૉલ એન્જિનનો ઓપ્શન મળે છે. જેમાં 1- લીટર નેચરલલી એસ્પિરેન્ટ અને 1- લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન સામેલ છે. પહેલુ એન્જિન 72PS અને 96Nm નો આઉટપુટ આપે છે, જેને 5 સ્પેસ મેન્યૂઅલ ટ્રાન્સમિશન જોડવામાં આવ્યુ છે. આમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કાર પ્લેની સાથે આઠ ઇંચની ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, સાત ઇંચની ડિજીટલ ક્લસ્ટર, 16 ઇંચની ડ્યૂલ ટૉન એલૉય, એલઇડી ડીઆરએલની સાથે એલઇડી હેડલાઇટ અને રિયર વેન્ટ્સની સાથે એર કન્ડીશન મળે છે. આ કારની શરૂઆતી એક્સ શૉરૂમ કિંમત 5.97 લાખ રૂપિયા છે.
ટાટા ટિઆગો - ટાટા ટિઆગો, આમાં 86PS અને 113Nm આઉટપુર વાળુ 1.2- લીટર પેટ્રૉલ એન્જિન મળે છે, જે 5- સ્પીડ મેન્યૂઆલ અને 5-સ્પીડ AMT નો ઓપ્શન મળે છે. સાથે જ આમાં એપલ કાર પ્લે અને એન્ડ્રોઇડ ઓટોની સાથે સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમ, એલઇડી ડીઆરએલની સાથે પ્રૉજેક્ટર હેડલાઇટ્સ, 15 ઇંચની એલૉય વાઇપરની સાથે એક રિયર ડિફૉગર સહિત અનેકઘણા સારા ફિચર્સ મળે છે. આ કારની શરૂઆત એક્સ શૉરૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે.
મારુતિ સ્વિફ્ટ - મારુતિ સ્વિફ્ટ, પર્લ મિડનાઇટ બ્લેક રૂફની સાથે સૉલિડ ફાયર રેડ, પર્લ આર્કટિક વ્હાઇટ રૂફની સાથે પર્લ મેટાલિક મિડનાઇટ બ્લૂ, પર્લ મિડનાઇટ બ્લેક રૂફની સાથે પર્લ આર્કટિક વ્હાઇટ, મેટાલિક સિલ્કી સિલ્વર, સૉલિડ ફાયર રેડ અને પર્લ મેટાલિક લ્યૂસેન્ટ ઓરેન્જ જેવા કલરમાં અવેલેબલ છે. આમાં 90PS અને 113Nmના આઉટપુર વાળા 1.2 લીટર ડ્યૂલ જેટ પેટ્રૉલ એન્જિન મળ છે. આમાં 5- સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશન અને 5- સ્પીડ AMT નો ઓપ્શન મળે છે. આ કારની શરૂઆતી એક્સ શૉરૂમની કિંમત 5.92 લાખ રૂપિયા છે.