Cars With Massage Seats: થાક ઉતારવાનું કામ પણ કરે છે આ ગાડીઓ, ખાસિયતો જાણીને તમે પણ કહેશો 'કાર હોય તો આવી'
Cars With Massage Seats: આજના સમયમાં મોટાભાગના લોકોનું જીવન ભારે દોડધામમાં પસાર થાય છે. જેના કારણે ક્યારેક વ્યક્તિને યોગ્ય આરામ પણ નથી મળી શકતો. જો તમે પણ આવી જ સ્થિતિમાં ત્યારે તમને કાર ઉપયોગ થઇ શકે તો કેવુ રહે. સારુ છે ને. હવે માર્કેટમાં આવી જ કારો ઉપલબ્ધ થઇ ચૂકી છે જે તમારો થાક ઉતારવાનું પણ કામ કરે છે. આ કારોમાં મસાજ સીટ હોય છે, જેનાથી તમે રિલેક્સ રહી શકો છો. જુઓ અહીં લિસ્ટ....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMG Gloster પાસે મસાજ સીટનો ઓપ્શન છે, જે તેની ડ્રાઈવર સીટમાં ઉપલબ્ધ છે. જેથી ડ્રાઇવિંગની સાથે સાથે તમે શરીરનો થાક પણ દૂર કરી શકો. આ પ્રીમિયમ કારની કિંમત 38.08 લાખ રૂપિયા એક્સ-શોરૂમથી શરૂ થાય છે.
બીજું નામ Volvo S90 લક્ઝરી કાર છે. તેની આગળની સીટોમાં મસાજની સુવિધા ઉપલબ્ધ છે, આ ઉપરાંત પાછળનો થાક દૂર કરવા માટે 10 મસાજ પૉઈન્ટની પણ સુવિધા છે. જેનો ઉપયોગ વિવિધ પ્રૉગ્રામ સાથે કરી શકાય છે. આ લક્ઝરી કાર ખરીદવા માટે તમારે 67.90 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમત ચૂકવવી પડશે.
Audi A8 Lને ત્રીજા નંબર પર ખરીદી શકાય છે. આ એક લક્ઝરી કાર છે જે પ્રીમિયમ કેબિન સાથે આવે છે, જેની તમામ સીટો મસાજ ફિચર સાથે આવે છે. તેને 1.29 કરોડ એક્સ-શૉરૂમની પ્રારંભિક કિંમત સાથે ખરીદી શકાય છે.
આ યાદીમાં Mercedes-Benz EQSનું નામ પણ છે, જેને આ પ્રીમિયમ ફિચર સાથે ખરીદી શકાય છે. આ લક્ઝરી કારની સીટો એડજસ્ટેબલ, વેન્ટિલેટેડ અને મસાજની સુવિધા સાથે આવે છે. આ માટે તમારે 1.55 કરોડ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમત ચૂકવવી પડશે.
આ લિસ્ટમાં આગળનું નામ BMW 7 સીરીઝ લક્ઝરી કારનું છે, જેની કેબિનની સીટો વેન્ટિલેટેડ, હીટિંગ અને મસાજ ફિચર્સથી સજ્જ છે. જેના કારણે મુસાફરી દરમિયાન આરામ પણ કરી શકાય છે. આ કાર ખરીદવા માટે તમારે એક્સ-શૉરૂમ 1.70 કરોડ રૂપિયા ખર્ચવા પડશે.