Tech Tips: નકલી ઈમેલ આઈડીની આ રીતે કરો ઓળખ, ચેક કરતી વખતે અપનાવો આ ટિપ્સ
નકલી ઈમેલ દ્વારા લોકોને છેતરપિંડીનો શિકાર પણ બનાવવામાં આવી રહ્યા છે. હેકર્સ નકલી ઈમેલ મોકલીને લોકોને પોતાનો શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં, તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમને આવનારા ઈમેલમાંથી કયો ઈમેલ ફેક છે અને કયો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ. આની મદદથી તમે નકલી ઈમેલ સરળતાથી શોધી શકશો. આ ટ્રીક હંમેશા તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
સૌ પ્રથમ, તમને પ્રાપ્ત થયેલ ઈમેલમાં લિંકનું URL ઓળખો. તમને જણાવી દઈએ કે અસલીURL https થી શરૂ થાય છે અને http થી નહીં. તેથી હંમેશા https URL પર જ ક્લિક કરો.
મેલમાં લખેલા ટેક્સ્ટની જોડણી અને વ્યાકરણ દ્વારા પણ નકલી ઈમેલ ઓળખી શકાય છે. ઘણી વખત હેકર્સ નકલી ઈમેલમાં ખોટો સ્પેલિંગ લખે છે. જ્યારે સાચા ઈમેલમાં જોડણી અથવા વ્યાકરણની ભૂલો ઓછી હોય છે.
ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે હેકર્સ પ્રખ્યાત કંપનીઓના નામે ઈમેલ મોકલે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ કોઈપણ કંપનીના ઈમેલમાં આપેલી લિંક પર ક્લિક ન કરો. આમ કરવાથી તમારો અંગત ડેટા લીક થઈ શકે છે.
હેકર્સ યુઝર્સને પોતાનો શિકાર બનાવવા માટે નકલી ઈમેલમાં એટેચમેન્ટ મોકલે છે. આવી સ્થિતિમાં ભૂલથી પણ અટેચમેન્ટ પર ક્લિક ન કરો. હંમેશા પહેલા ઈમેલ ચેક કરો અને પછી જ એટેચમેન્ટ પર ક્લિક કરો.