Diesel Car/SUVs: ડીઝલ કાર કે એસયુવી, જે પણ ખરીદવી હોય પહેલા જાણી લો આ ઓપ્શન વિશે....
Diesel Car/SUVs: જો તમે ડીઝલ પર ચાલતી કાર અથવા એસયુવી ખરીદવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છે, તો ભારતીય માર્કેટમાં તમારા માટે ઘણાબધા ઓપ્શન અવેલેબલ છે, તમે આમાંથી એક સારી કાર જરૂરી ખરીદી શકો છો. પરંતુ આજે અમે તમને અહીં કઇ કાર તમારા માટે બેસ્ટ છે તેના વિશે બતાવી રહ્યાં છીએ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો તમારી પસંદગી હેચબેક છે, તો તમે Tata Altrozનું XM Plus વેરિઅન્ટ ખરીદી શકો છો, જે ડીઝલ વેરિઅન્ટમાં અવેલેબલ છે. જેની એક્સ-શૉરૂમ કિંમત 8.8 લાખ રૂપિયા છે.
બીજી કાર Mahindra Bolero Neo N4 છે, જેને તમે ડીઝલ વેરિએન્ટ સાથે ઘરે લાવી શકો છો. કંપની તેને 9.63 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે વેચે છે.
મહિન્દ્રા બૉલેરો ત્રીજા નંબર પર છે, આ કારનું B4 વેરિઅન્ટ ડીઝલ એન્જિન સાથે આવે છે. આને ખરીદવા માટે તમારી પાસે 9.76 લાખ એક્સ-શૉરૂમ સુધીનું બજેટ હોવું જરૂરી છે.
ચોથી કાર Kia Sonet HTE ડીઝલ છે. કંપની આ કારને એક્સ-શૉરૂમ 9.95 લાખ રૂપિયા સુધીની કિંમતમાં વેચી રહી છે.
પાંચમા નંબરે મહિન્દ્રા XUV300 W4 ડીઝલ વેરિઅન્ટ છે, જે 10.21 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમતે ખરીદી શકાય છે.
Hyundai Venue S Plus ડીઝલ વેરિઅન્ટમાં અવેલેબલ છે. તેને ખરીદવા માટે તમારે 10.46 લાખ રૂપિયાની એક્સ-શૉરૂમ કિંમત ચૂકવવી પડશે.