ભારતમાં ધૂમ મચાવી રહી છે આ 4 ઇલેક્ટ્રિક કારો, જાણો શું છે કિંમત ને ફિચર્સ
નવી દિલ્હીઃ આજકાલ ભારતમાં પણ ઇલેક્ટ્રિક કારોનુ ચલણ વધી રહ્યું છે. જો તમે પણ આવી કોઇ કાર લેવાનુ પ્લાનિંગ બનાવી રહ્યાં છો તો સારી વાત છે. પરંતુ આ પહેલા માર્કેટમાં ધૂમ મચાવી રહેલી કેટલીક કારો વિશે જાણી લેવુ ખુબ જરૂરી છે. ઇલેક્ટ્રિક કારોથી પ્રદુષણથી મુક્તિ તો મળે જ છે સાથે સાથે પેટ્રૉલ-ડિઝલના વધી રહેલા ભાવથી પણ રાહત મળે છે. આજે અમે તમને દેશમાં સૌથી વધુ પૉપ્યૂલર થયેલી ઇલેક્ટ્રિક કારો વિશે બતાવી રહ્યાં છીએ, આ કારો શાનદાર પણ છે અને સસ્તી પણ છે. જાણો ઇલેક્ટ્રિક કારો વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTata Nexon EV- ટાટાએ નેક્સૉન કારનુ ઇલેક્ટ્રિક વેરિએન્ટ દેશમાં ઉતાર્યુ છે. આ એસયુવી કાર લોકોને ખુબ પસંદ આવી રહી છે. આમાં દમદાર બેટરી છે, ખાસ વાત છે કે લાંબા સમય સુધી મુસાફરી કર્યા બાદ પણ કારના એન્જિનનુ ટેમ્પરેચર પણ મેઇન્ટેન રહે છે. આની બેટરી કેપેસિટી 30.2kWh છે, અને એકવાર ફૂલ ચાર્જ થયા બાદ આ લગભગ 300 કિલોમીટર સુધી ચાલે છે. આ કારની શરૂઆતી કિંમત લગભગ 15 લાખ રૂપિયા છે.
MG ZS EV- બ્રિટિશ બ્રાન્ડ એમજીની આ કાર પ્રીમિયમ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. આ દેશમાં સૌથી પૉપ્યુલર કારોમાં સામેલ છે. આ કારની બેટરી કેપેસિટી 44.5kWh છે. એકવાર ફૂલ ચાર્જ કર્યા બાદ આ કાર 340 કિલોમીટર સુધી સફર કરી શકે છે. આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ કારની શરૂઆતી કિંમત લગભગ 21 લાખ રૂપિયા છે.
Tata Tigor EV- ટાટાની ટિયાગો કાર પણ ઇલેક્ટ્રિક વેરિએન્ટમાં અવેલેબલ છે. આમાં થ્રી-ફેસ એસી ઇન્ડક્શન મૉટર આપવામાં આવી છે. આ કારની ડિઝાઇન ખુબ આકર્ષક છે. આની બેટરી કેપેસિટી 21.5kWh છે, અને આ એકવાર ફૂલ ચાર્જ કરવા પર 142 કિલોમીટર સુધીનુ સફર કરી શકે છે. આ કારની શરૂઆતી કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. આ કાર કેટલાય કલરમાં અવેલેબલ છે.
Hyundai Kona Electric- હ્યૂન્ડાઇની આ ઇલેક્ટ્રિક કાર એકદમ એડવાન્સ ટેકનોલૉજી વાળી છે. આમા પરમેનન્ટ મેગ્નેટ સિન્ક્રોનસ મૉટર લાગેલી છે. જે આને દમદાર કાર બનાવે છે. આ કાર 10 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આની બેટરી કેપેસિટી 39.2kWh છે, અને એકવાર ફૂલ ચાર્જ કર્યા પછી આ 450 કિલોમીટર સુધીની સફર કરી શકે છે. આ કારની શરૂઆતી કિંમત લગભગ 24 લાખ રૂપિયા છે.