આ છે ભારતમાં મળતી છ એરબેગવાળી કારની યાદી, જુઓ તસવીરો
હ્યુન્ડાઈ વેન્યુના SX (O) ટ્રીમને છ એરબેગ્સનો વિકલ્પ મળે છે. આ SUV કાર પેટ્રોલ-ડીઝલ અને ટર્બો પેટ્રોલમાં પણ ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppKiaની SUV સેલ્ટોસમાં છ એરબેગ્સ ઉપલબ્ધ છે. આ કારની પ્રારંભિક કિંમત 10.49 લાખ રૂપિયા, એક્સ-શોરૂમથી શરૂ થાય છે.
i-20ના ટોપ મોડલમાં છ એરબેગ્સનો વિકલ્પ પણ મળે છે. આ કારના Asta (O) ટ્રીમ મોડલમાં સૌથી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 9.58 લાખ રૂપિયા છે.
મધ્યમ કદની સેડાન Hyundai Vernaને SX(O) અને SX(O) ટર્બો વેરિઅન્ટમાં 6 એરબેગ્સ મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.08 લાખ રૂપિયા છે.
Hyundai Cretaના SX (O) અને SX (O) નાઈટ એડિશનમાં છ એરબેગ્સનો વિકલ્પ મળે છે. આ કારની શરૂઆતી કિંમત 10 લાખ 44 હજાર રૂપિયા એક્સ-શોરૂમ છે.
મહિન્દ્રાની XUV300 કાર તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત કારમાંથી એક છે. આ કારના W8 (O) વેરિઅન્ટમાં છ એરબેગ્સ ઉપલબ્ધ છે. આ કારની શરૂઆતી કિંમત 12.38 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
MG Asterના ટોપ મોડલ SHARP-EXને છ એરબેગ્સ મળે છે, જ્યારે SMART-EXને ચાર મળે છે અને બાકીના બે વેરિઅન્ટમાં માત્ર બે એરબેગ્સ મળે છે.