Highest Mileage Cars: માઇલેજના મામલે મોંઘામાં મોંઘી કારોને ટક્કર આપે છે આ સસ્તી કારો, તસવીરોમાં જુઓ....
Highest Mileage Cars: અત્યારે ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે, સારા મૂહૂર્તમાં લોકો પોતાના ઘરે એક નવી કાર વસાવી રહ્યાં છે, જો તમે પણ એક સારી કાર ખરીદવાનું પ્લાનિંગ અત્યારે કરી રહ્યાં છો, તો અહીં બેસ્ટ માઇલેજ બજેટ કાર વિશે અમે તમને બતાવી રહ્યાં છીએ. જો તમે સારી માઈલેજ સાથે CNG કાર ઘરે લાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હોય, તો તમે આ ઓપ્શનો પર વિચાર કરી શકો છો. આ કારો સસ્તીની સાથે કન્ફૉર્ટેબલ પણ છે....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ મારુતિ સુઝુકી સેલેરિયોનું છે, જેમાં 1.0L પેટ્રોલ એન્જિન છે. કંપની આ કાર માટે CNG પર 34.43 km/kg ની માઈલેજનો દાવો કરે છે.
બીજી CNG કાર મારુતિની લોકપ્રિય હેચબેક મારુતિ વેગન આર છે. તેમાં 1.0L પેટ્રોલ એન્જિન છે. કંપનીના દાવા મુજબ, આ કાર 34.05 કિમી/કિલો સુધીની માઈલેજ આપવામાં સક્ષમ છે.
ત્રીજા નંબર પર મારુતિ સુઝુકી અલ્ટો K10 છે. આ હેચબેક કાર દાયકાઓથી સ્થાનિક બજારનો હિસ્સો છે. આ કાર CNG વેરિઅન્ટમાં 33.85 કિમી પ્રતિ કિગ્રાના માઇલેજ સાથે વેચાય છે.
આગામી કાર મારુતિ સુઝુકી S-Presso છે, જેને તમે CNG વેરિઅન્ટમાં ઘરે લાવી શકો છો. કંપની આ કાર માટે 32.73 km/kg સુધીની માઈલેજનો દાવો કરે છે.
જો તમે સેડાન કાર ખરીદવાનો ઇરાદો ધરાવો છો, તો સ્થાનિક બજારમાં મારુતિ સુઝુકીની સૌથી વધુ વેચાતી સેડાન કાર મારુતિ સુઝુકી ડીઝાયર છે. કંપની અનુસાર, તમે CNG મોડ પર 31.12 km/kg સુધીની માઈલેજ મેળવી શકો છો.