Hybrid Cars: ખરીદવી છે એક બેસ્ટ પેટ્રૉલ કે ડીઝલ કાર, તો આ હાઇબ્રિડ કારોને જરૂર જુઓ.....
Hybrid Auto Cars Story: હાઈબ્રિડ કારને હાલમાં તેમની સારી માઈલેજના કારણે ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જે મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે ખિસ્સાને થોડી રાહત આપવામાં મદદ કરે છે. અહીં અમે તમને પાંચ એવી બેસ્ટ હાઇબ્રિડ કારો વિશે માહિતી આપી રહ્યાં છીએ, જે બેસ્ટમાં બેસ્ટ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમારુતિ સુઝુકીની ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. મારુતિ તેને 10.70 લાખથી 19.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમની કિંમતે વેચે છે.
બીજી ટોયોટા અર્બન ક્રુઝર હૈરાઇડર છે, જે ગ્રાન્ડ વિટારાનું રિબેજ્ડ વર્ઝન છે, જે ટોયોટા દ્વારા વેચાય છે. તેની કિંમત 10.70 લાખ રૂપિયાથી લઈને 19.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
સ્થાનિક બજારમાં લોકપ્રિય ટોયોટા ઇનોવા હાઇક્રૉસ પણ છે, જે હાઇબ્રિડ વેરિઅન્ટ સાથે ઉપલબ્ધ છે. તેને ઘરે લાવવા માટે તમારે તેના ટોપ વેરિઅન્ટ માટે 18.82 લાખથી લઇને 30.68 લાખ રૂપિયા એક્સ-શોરૂમ સુધીની કિંમત ચૂકવવી પડશે.
આ લિસ્ટમાં સેડાન કાર પણ સામેલ છે, જેને હાઈબ્રિડ વિકલ્પ સાથે ઘરે લાવી શકાય છે. Honda City Hybrid EACHEV 18.89 લાખથી 20.39 લાખ રૂપિયા એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચાય છે.
આગામી હાઇબ્રિડ કાર મારુતિની ઇન્વિક્ટો છે, જે કંપનીની સૌથી મોંઘી કાર છે. મારુતિ તેને 24.82 લાખથી 28.42 લાખ રૂપિયા એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચે છે. આગામી હાઇબ્રિડ કાર મારુતિની ઇન્વિક્ટો છે, જે કંપનીની સૌથી મોંઘી કાર છે. મારુતિ તેને 24.82 લાખથી 28.42 લાખ રૂપિયા એક્સ-શોરૂમની પ્રારંભિક કિંમતે વેચે છે.