Budget Session 2024: રામ મંદિરથી લઇને આર્ટિકલ 370 સુધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના અભિભાષણમા શું કહ્યુ?
સંસદનું બજેટ સત્ર આજથી એટલે કે બુધવાર (1 જાન્યુઆરી)થી શરૂ થઈ રહ્યું છે. આ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ જોઇન્ટ સેશનને સંબોધિત કરી રહ્યાં છે. આ પ્રસંગે દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે નવા ગૃહમાં આ તેમનું પ્રથમ સંબોધન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ દરમિયાન મુર્મૂએ છેલ્લા પાંચ વર્ષમાં સરકારના કામ વિશે જણાવ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ પ્રસંગે કહ્યું કે આ આઝાદીના સૂવર્ણ યુગની શરૂઆત છે. આ સાથે તેમણે રામ મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો.
દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે રામ મંદિર બનાવવાની ઈચ્છા સદીઓથી હતી, જે આજે પૂરી થઈ છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે જે શંકા હતી તે આજે ઈતિહાસ છે.
બજેટ સત્ર શરૂ થયા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે એટલે કે 1લી ફેબ્રુઆરીએ આ સરકારનું વચગાળાનું બજેટ રજૂ કરશે. છેલ્લા ત્રણ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ આ વખતે પણ વચગાળાનું બજેટ પેપર લેસ હશે. આ પહેલા મંગળવારે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી.
કેન્દ્રીય બજેટના તમામ દસ્તાવેજો કેન્દ્રીય બજેટ મોબાઇલ એપ પર ઉપલબ્ધ રહેશે. દસ્તાવેજ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે. એટલું જ નહીં, તે એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.