Hyundaiની આ 4 મોંઘી કારો પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ, જાણો કઇ કાર કેટલામાં ખરીદી શકાશે...
નવી દિલ્હીઃ જો તમે નવી કાર ખરીદવાનુ પ્લાનિંગ કરી રહ્યાં છો, તો આ મહિનો તમારા માટે બેસ્ટ છે. કેમકે કેટલીય કાર નિર્માતા કંપની આ મહિને પોતાની સિલેક્ટેડ કારો પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે હ્યૂન્ડાઇ (Hyundai)ની કાર ખરીદવા માંગતા હોય તો અહીં અમે તમને બેસ્ટ ઓફર વિશે બતાવી રહ્યાં છીએ. આ ઓફરમાં કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર અને કૉર્પોરેટ ઓફર સામેલ છે. હ્યૂન્ડાઇ પોતાની ચાર કારોને એપ્રિલ 2021 સુધી ખરીદવાની તક આપી રહી છે. જાણો કારો વિશે.....
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHyundai Santro- Hyundai પોતાના પૉપ્યૂલર મૉડલ સેન્ટ્રૉ પર સારુ એવુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આમાં 20 હજાર રૂપિયા કિશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયા એક્સચેન્જ બૉનસ, પાંચ હજાર રૂપિયાનુ કૉર્પોરેટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહી છે. આ કારની કિંમત 4 લાખ 67 હજાર રૂપિયાથી શરૂ થાય છે. વળી આના Era વેરિએન્ટ પર પણ 10 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Hyundai Aura- Hyundaiના આ મૉડલ પર કંપની તરફથી 30 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. સાથે જ આ કાર પર તમને 15 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ પણ મળશે. આની શરૂઆતી કિંમત 5 લાખ 92 હજાર રૂપિયા છે. Auraના સીએનજી વેરિએન્ટ પર 10 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ આપવામાં આવી રહ્યું છે.
Hyundai Grand i10 NIOS- Hyundai Grand i10 NIOSના સીએનજી વેરિએન્ટ પર 10 હજાર રૂપિયાનુ કેશ ડિસ્કાઉન્ટ, 10 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ મળી રહ્યું છે. કારની કિંમત 5 લાખ 19 હજાર રૂપિયાથી શરૂ થાય છે. આના ટર્બો વેરિએન્ટની વાત કરીએ તો કંપની આના પર 30 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 10 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ આપી રહી છે.
Hyundai i20- Hyundai આના new-gen i20 iMT ટર્બો પેટ્રૉલ અને એન્જિન વેરિએન્ટ પર 10 હજાર રૂપિયાનુ એક્સચેન્જ બૉનસ આપવામાં આવી રહ્યું છે. આ કારને તમે 6 લાખ 79 હજાર રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ખરીદી શકાય છે.