Six Airbags: ફેમિલીની સેફ્ટીની ચિંતા હોય તો ખરીદો આ કાર, મળશે એકસાથે 6 એરબેગ
Safe Cars with 6 Airbags: આજકાલ ભારતમાં રૉડ એક્સિડેન્ટના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, આ કારણે લોકો સેફ અને સિક્યૉર કારની શોધમાં છે. દેશમાં વધતા માર્ગ અકસ્માતને જોતા હવે મોટાભાગના ગ્રાહકો સુરક્ષિત કાર ખરીદવાનું પસંદ કરે છે. જો તમે પણ આવી જ કાર શોધી રહ્યા છો, તો તમે આ ઓપ્શનો પર વિચાર કરી શકો છો. અહીં અમે તમને સિક્સ એરબેગ વાળી લેટેસ્ટ એન્ડ સેફ કાર વિશે માહિતી આપી રહ્યાં છીએ. જુઓ લિસ્ટ.....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં પહેલું નામ લોકપ્રિય હેચબેક Hyundai Grand i10 Niosનું છે. આ કાર સ્ટાન્ડર્ડ ફિચર તરીકે 6 એરબેગ્સ સાથે આવે છે. આ કારની શરૂઆતી કિંમત 5.85 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
બીજી કાર Hyundaiની micro SUV Exeter છે, જે સૌથી વધુ સસ્તું કાર છે જે 6 એરબેગ્સ ફિચર્સ સાથે આવે છે. તમે આ SUVને 6 લાખ રૂપિયાના એક્સ-શોરૂમના બજેટમાં ઘરે લાવી શકો છો.
જો તમે સેડાન કાર ખરીદવાનો ઇરાદો ધરાવો છો. ત્યારે 6 એરબેગ્સથી સજ્જ Hyundai Aura શ્રેષ્ઠ વિકલ્પ છે. જેને તમે એક્સ-શોરૂમ 6.44 લાખ રૂપિયાની કિંમતે ઘરે લાવી શકો છો.
આ લિસ્ટમાં આગળનું નામ Hyundai i20 છે, જેને 6 એરબેગ ફીચર્સ સાથે ખરીદી શકાય છે. જેની શરૂઆતી કિંમત 6.99 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે.
પાંચમી કાર કે જેને તમે 6 એરબેગ્સ સાથે ઘરે લાવી શકો છો તે હ્યૂન્ડાઈ વેન્યૂ છે. તેની પ્રારંભિક કિંમત 7.89 લાખ રૂપિયા રૂપિયા એક્સ-શોરૂમ છે.